હવે ફેસબુક-વોટ્સએપ પર હશે સરકારની નજર, આવી રહ્યો છે આ કાયદો

હવે ફેસબુક-વોટ્સએપ પર હશે સરકારની નજર, આવી રહ્યો છે આ કાયદો

નવી દિલ્હીઃ તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જાહેર કર્યો છે જેમાં દેશની તમામ સુરક્ષા અને ગુપ્ત એજન્સીઓને લોકોના ખાનગી કોમ્પ્યુટરોમાં રહેલ ડેટા પર નજર રાખવા તપાસવાના આદેશ આપવામાં આવ્યા છે. સરકાર મુજબ માહિતી ટેક્નોલોજી અધિનિયમની કલમ 69 અંતર્ગત જો એજન્સીઓને કોઈપણ સંસ્થાન કે વ્યક્તિ પર દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાની શંકા થશે તો તેમના કોમ્પ્યુટરમાં હાજર સામગ્રીની તપાસ કરી શકે છે અને તેમના પર કાર્યવાહી કરી શકે છે.

ravishankar prasad

હવે સરકાર માહિતી ટેક્નોલોજી અધિનિયમની કલમ 79ને પણ અમલમાં લાવવાની તૈયારી કરી રહી છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ આ સેક્શન દેશભરમાં ઉપયોગમાં લેવાઈ રહેલ તમામ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ લાગૂ થશે. આ અધિનિયમ લાગૂ થયા બાદ ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ, શેરચેટ, ગૂગલ, એમેઝોન અને યાહૂ જેવી કંપનીઓને સરકાર દ્વારા પૂછવામાં આવેલ કોઈ મેસેજ વિશે પૂરી જાણકારી આપવાની રહેશે.

ઉદાહરણ તરીકે જો સરકારને કોઈ મેસેજ, વીડિયો કે ફોટા પર વાંધો હોય કે શંકા હોય તો સરકાર એવા મેસેજ વિશે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જાણકારી માંગશે અને આ કંપનીઓને એન્ડ ટૂ એન્ડ ઈન્ક્રિપ્શન તોડીને મેસેજ વિશે સરકારને પૂરી જાણકારી આપવી પડશે.

આ પણ વાંચો- મોદી સરકાર ઘર ખરીદદારોને નવા વર્ષે ખુશખબર આપી શકે છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X