For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર ઘર ખરીદદારોને નવા વર્ષે ખુશખબર આપી શકે છે

ઘર ખરીદનારને મોદી સરકાર નવા વર્ષે ખુશખબર આપી શકે છે. શનિવારે થયેલી જીએસટી પરિષદ બેઠક પછી અરુણ જેટલી ઘ્વારા સંકેત આપવામાં આવ્યા હતા કે નિર્માણધીશ મકાનો પર જીએસટી ઓછું કરવામાં આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

ઘર ખરીદનારને મોદી સરકાર નવા વર્ષે ખુશખબર આપી શકે છે. શનિવારે થયેલી જીએસટી પરિષદ બેઠક પછી અરુણ જેટલી ઘ્વારા સંકેત આપવામાં આવ્યા હતા કે નિર્માણધીશ મકાનો પર જીએસટી ઓછું કરવામાં આવી શકે છે. જાન્યુઆરી મહિનામાં થનારી જીએસટી કાઉન્સિલ બેઠકમાં તેનો પ્રસ્તાવ રાખવામાં આવશે. આ પ્રસ્તાવ પસાર થયા પછી મકાનની ખરીદી સસ્તી થઇ શકે છે.

આ પણ વાંચો: હવે બેંકમાં પૈસા જમા કરવા માટે પણ ચાર્જ આપવો પડશે

નિર્માણધીશ મકાનો પર જીએસટી ઓછું કરવામાં આવી શકે

નિર્માણધીશ મકાનો પર જીએસટી ઓછું કરવામાં આવી શકે

સરકારે શનિવારે જીએસટી કાઉન્સિલ બેઠકમાં રોજ વપરાશના 33 સામાનો પર જીએસટી રેટમાં ફેરફાર કરવાનું એલાન કર્યું હતું, જેમાં 32 ઇંચ ટીવી, ઓટો પાર્ટ્સ પણ શામિલ છે. જીએસટી લાગુ કર્યા પછી સરકારે જીએસટી રેટમાં ઘણા બદલાવ કર્યા છે. આ ક્રમમાં હવે સરકાર જીએસટી રેટના બદલાવ પર પણ વિચાર કરી રહી છે.

જીએસટી પછી નિર્માણધીશ મકાનના વેચાણમાં ઘટાડો થયો છે

જીએસટી પછી નિર્માણધીશ મકાનના વેચાણમાં ઘટાડો થયો છે

રેરા અને જીએસટી લાગુ થયા પછી નિર્માણધીશ મકાનના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં નિર્માણમાં ઉપયોગ લેવામાં આવતી સામગ્રી પર 18 ટકા ટેક્સ આપવો પડી રહ્યો છે. તેવી પરિસ્થિતિમાં આ રેટ 5 ટકા કરવા પર ખરીદનાર અને વેચનાર બંનેને ફાયદો થશે. ખરેખર કાઉન્સિલને ફરિયાદ મળી રહી હતી કે બિલ્ડર ખરીદનારને આઇટીસી લાભ નથી આપતા.

જીએસટી રેટ 12 થી 5 ટકા કરવામાં આવી શકે છે

જીએસટી રેટ 12 થી 5 ટકા કરવામાં આવી શકે છે

આવનારી બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઇ શકે છે કે નિર્માણધીશ મકાનોના જીએસટી રેટ 12 ટકાથી ઓછા કરીને 5 ટકા કરી શકાય છે. જેના હેઠળ 80 ટકા નિર્માણ સામગ્રી રજીસ્ટર ડીલર્સ પાસેથી ખરીદનાર બિલ્ડરને જીએસટી રેટ 5 ટકા કરવામાં આવી શકે છે. એક અધિકારી અનુસાર, હાલમાં બિલ્ડર નિર્માણમાં ઉપયોગ થઇ રહેલી સામગ્રી માટે રોકડમાં પૈસા ચૂકવી રહ્યા છે અને કસ્ટમરને સામગ્રી ખરીદીમાં ચુકવવામાં આવેલા ટેક્સનો ફાયદો નથી મળી રહ્યો.

English summary
GST cut: buying home can become cheaper from January
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X