For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે બેંકમાં પૈસા જમા કરવા માટે પણ ચાર્જ આપવો પડશે

બેંકોએ સામાન્ય માણસ માટે વધુ એક મોટી મુસીબત ઉભી કરી છે. હવે તમારે એટીએમ થી પૈસા ઉપાડવા અથવા બેન્કમાં પૈસા ડિપોઝીટ કરવા અને ચેકબુક માટે પણ ચાર્જ આપવો પડશે.

|
Google Oneindia Gujarati News

બેંકોએ સામાન્ય માણસ માટે વધુ એક મોટી મુસીબત ઉભી કરી છે. હવે તમારે એટીએમ થી પૈસા ઉપાડવા અથવા બેન્કમાં પૈસા ડિપોઝીટ કરવા અને ચેકબુક માટે પણ ચાર્જ આપવો પડશે. મની ભાસ્કરની રિપોર્ટ અનુસાર બેન્કોએ મોદી સરકારને ધમકી આપી છે કે જો સરકાર 40,000 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ પાછી નહીં લે તો તેઓ કસ્ટમરને કોઈ પણ ફ્રી સર્વિસ નહિ આપે. જો બેંકો ઘ્વારા તેનો સાચ્ચે અમલ કરવામાં આવ્યો તો સામાન્ય માણસ માટે બેન્કિંગ સેવાઓ ખુબ જ મુશ્કિલ બની જશે.

આ પણ વાંચો: Google મેપ અને સર્ચ દ્વારા ખાલી થઇ રહ્યા છે લોકોના બેંક એકાઉન્ટ, જાણો કેવી રીતે?

જીએસટી હેઠળ બેન્કોને નોટિસ મળી હતી

જીએસટી હેઠળ બેન્કોને નોટિસ મળી હતી

આપને જણાવી દઈએ કે એપ્રિલમાં જીએસટી ઘ્વારા બેંકો ઘ્વારા આપવામાં આવતી ફ્રી સર્વિસ પર 40,000 કરોડનો સર્વિસ ટેક્સ ચૂકવવા માટે નોટિસ આપી. આ અંગે નાણાં મંત્રાલય અને બેંકો વચ્ચે વાતચીત પણ થઇ ચુકી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ પણ સમાધાન નથી થયું.

સરકારનો ગુસ્સો સામાન્ય માણસ પર

સરકારનો ગુસ્સો સામાન્ય માણસ પર

તેના પર બેંકોનું કહેવું છે કે જો તેમને ફ્રી સેવાઓ પર પણ ટેક્સ આપવો પડ્યો તો તેઓ ગ્રાહકોને કોઈ પણ ફ્રી સર્વિસ નહીં આપે અને જેને કારણે ગ્રાહકોને ચેકબુક, એટીએમ થી પૈસા કાઢવા, બેંકમાં પૈસા જમા કરાવવા અને જનધન એકાઉન્ટ માટે પણ ચાર્જ આપવો પડશે. મની ભાસ્કરે પોતાની રિપોર્ટમાં આગળ જણાવ્યું કે આ મામલો હવે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચી ચુક્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેન્ક અને નાણાં મંત્રાલય અધિકારીઓ સાથે મળીને આ મામલે સમાધાનનો પ્રયાસ કરશે.

બેન્કોને મામલો ઉકેલાય તેવી આશા

બેન્કોને મામલો ઉકેલાય તેવી આશા

આવી સ્થિતિમાં બેન્કના અધિકારીઓને આશા છે કે સરકાર અને બેન્ક ભેગા મળીને કોઈ રસ્તો કાઢશે જેથી સામાન્ય ગ્રાહકોને બેન્કિંગ સેવા માટે વધારે પૈસા ના આપવા પડે. આ વર્ષે જૂનમાં સરકારે સાફ કર્યું હતું કે એવા એકાઉન્ટ જેમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ મેન્ટેઇન કરવામાં આવે છે તેના પર બેન્ક ફ્રી સર્વિસ આપે તો એવી સેવાઓ પર જીએસટી નહીં લાગે.

સામાન્ય ગ્રાહકો માટે બેન્કિંગ સેવા મોંઘી થઇ જશે

સામાન્ય ગ્રાહકો માટે બેન્કિંગ સેવા મોંઘી થઇ જશે

હાલમાં સરકારે સર્વિસ ટેક્સ વિશે કઈ જ નથી કહ્યું. બેંક ખાતાધારકો પાસેથી મિનિમમ એકાઉન્ટ બેલેન્સ મેન્ટેન નહીં કરવા પર પહેલાથી જ ચાર્જ વસૂલ કરી રહી છે. આ મામલે બેંકોની પહેલાથી જ આલોચના થઇ રહી છે. હવે જો બેંકો ફ્રી સેવા આપવાનું પણ બંધ કરી દેશે તો સામાન્ય ગ્રાહકો માટે બેન્કિંગ સેવા ખુબ જ મોંઘી થઇ જશે.

English summary
Banking Service Is Not Seem To Be Free Anymore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X