પંજાબ સરકાર કુપોષણ અને એનિમિયા સામે વિશેષ અભિયાન ચલાવશે, 12 જૂલાઈથી શરૂ થશે અભિયાન
પંજાબ સરકાર આરોગ્યક્ષેત્રે એક પછી એક મોટા પગલા ભરી રહી છે ત્યારે હવે સરકારે કુપોષણ સામે બાથ ભીડવાની તૈયારી કરી લીધી છે. પંજાબ સરકાર આવનારી 12 જૂલાઈથી રાજ્યમાં કુપોષણ અને એનિમિયા સામે વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન12 ઓગસ્ટ સુધી ચાલશે.
આ મુદ્દે વાત કરતા સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. બલજીત કૌરે જણાવ્યુ કે, એનિમિયા સામે લડવા બુધવારે આંગણવાડી કેન્દ્રોમાં એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સ્ત્રીઓ, કિશોરવયની છોકરીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને સગર્ભા સ્ત્રીઓમાં એનિમિયાની ખરાબ અસરો વિશે જાગૃતિ લાવે છે.

રાજ્યમાંથી એનિમિયાને નાબુદ કરવા રાજ્યભરમાં 12 જુલાઈથી 12 ઓગસ્ટ 2023 સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ ઝુંબેશ તંદુરસ્ત આહારની આદતોને પ્રોત્સાહન આપવા તેમજ આરોગ્ય વિભાગ સાથે મળીને પોષક પૂરવણી પ્રદાન કરવા અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા આરોગ્ય તંત્રની ક્ષમતાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
તેમણે આગળ જણાવ્યુ કે, આ અભિયાન દરમિયાન વિભાગ આંગણવાડી કેન્દ્રો અને મહોલ્લા ક્લિનિકમાં આરોગ્ય શિબિરો, રેલીઓ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરશે. આનાથી લોકોને એનિમિયાના લક્ષણો, કારણો, પરિણામો અને સમયસર તબીબી સંભાળના મહત્વ અને ધ્યેય વિશે જાગૃત કરવામાં આવશે. આ ઝુંબેશથી ચાલુ નાણાકીય વર્ષમાં એનિમિયાને 2 ટકા ઘટાડવાનું લક્ષ્ય રખાયુ છે.
ડૉ. બલજીત કૌરે આગળ સમજાવ્યું કે, એનિમિયા લોહીમાં લાલ રક્ત કોશિકાઓ અથવા હિમોગ્લોબિનની ઉણપને કારણે સર્જાતી પરિસ્થિતી છે. આનાથી નબળાઈ, થાક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થાય છે. આ બાળકો અને સ્ત્રીઓમાં જાહેર આરોગ્યની મોટી ચિંતા ઉભી કરે છે. તે તેમના શારીરિક અને જ્ઞાનાત્મક વિકાસને અસર કરે છે અને નબળા શૈક્ષણિક અને આર્થિક પરિણામો તરફ દોરી જાય છે.












Click it and Unblock the Notifications
