રેલવે અકસ્માત મુદ્દે રાતનીતિ તેજ, હવે રેલ મંત્રીએ મમતા બેનર્જી પર પલટવાર કર્યો, કહ્યું-કવચ સાથે કંઈ લેવાદેવા ન
ઓડિસામાં સર્જાયેલા ભયંંકર રેલ અકસ્માતના ત્રીજા દિવસે પણ હજુ તેના પડઘા સંભળાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોના જીવ લઈ લેનારા આ અકસ્માતને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ છે. રેલ મંત્રીએ મમતા બેનર્જીના કવચ સિસ્ટમ મુદ્દે આપેલા નિવદનનો જવાબ આપ્યો છે.
આ અકસ્માતને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટુ નિવેદન આપતા કહ્યું હતું કે, જો ટ્રેનમાં કવચ સિસ્ટમ હોય તો આ અકસ્માત ટળી શકતો હતો. હવે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દાવાને ફગાવીને વળતો જવાબ આપ્યો છે.

હવે મમતા બેનર્જીના આ નિવેદનનો જવાબ આપતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બાલાસોર ટ્રેન અકસ્માત ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે સર્જાયો છે. તેમાં કવચ સાથે કંઈ લેવા દેવા નથી.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અકસ્માતને કવચ સિસ્ટમ સાથે કોઈ લેવાદેવા નથી. કવચ એ રેલ્વે મંત્રાલય દ્વારા વિકસિત સ્વદેશી ટ્રેનની ટક્કર ટાળવા માટેની સિસ્ટમ છે.
ANI સાથે વાત કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે, આ ટ્રેન દુર્ઘટના ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે થઈ છે. તેને કવચ સાથે કોઈ લેવાદેવા નથી. મમતા બેનર્જીએ જે કહ્યું હતું તે નથી. આ ઘટના ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે સર્જાઈ છે. મમતાજીએ તેમની માહિતીના આધારે આર્મર સિસ્ટમ પર વાત કરી હતી.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ એક અલગ મુદ્દો છે, આમાં પોઈન્ટ મશીન, ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સામેલ છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ દરમિયાન થયેલા ફેરફારને કારણે આ અકસ્માત થયો છે. કોણે કર્યું અને કેવી રીતે થયું તેની યોગ્ય તપાસ પછી ખબર પડશે.
અહીં તમને જણાવી દઈએ કે, ઓડિશાના બાલાસોરમાં બહંગા બજાર સ્ટેશન પર 2 જૂને સાંજે 7 વાગ્યે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 288 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 1000 થી વધુ ઘાયલ થયા છે. આ છેલ્લા 30 વર્ષનો સૌથી મોટો અકસ્માત છે.












Click it and Unblock the Notifications
