સીબીઆઇ પિંજરામાં કેદ પોપટ જેવી છે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ જનહીત અરજીઓ પર આજે એટલે કે બુધવારે મહત્વપૂર્ણ સુનવણી કરતા સખત વલણ અપનાવતા કહ્યું કે સીબીઆઇ પિંજરામાં કેદ પોપટ જેવી છે. જે પોતાના માલિકની ભાષા બોલે છે. કાનૂનમંત્રી અશ્વિની કુમારના મુ્દ્દા પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે સીબીઆઇના ઘણા માસ્ટર છે જેના ઇશારા પર સીબીઆઇ કામ કરે છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સીબીઆઇ સ્વતંત્ર નથી તેણે આઝાદ થવું પડશે. સીબીઆઇના નિદેશક રંજીત સિન્હાના નવા સોગંધનામા અનુસાર આ સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારને કેટલાંક કડવા સવાલોનો સામનો કરવો પડ્યો.












Click it and Unblock the Notifications
