For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેબ્રુઆરીમાં બેરોજગારીનો દર ચાર મહિનામાં સૌથી વધુ વધ્યો, 7.78 ટકા થયો દર

બેરોજગારી અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે નવા આંકડા સામે આવ્યા છે જે આ ચર્ચાને વધુ તીવ્ર બનાવી શકે છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં ફેબ્રુઆરીમ

|
Google Oneindia Gujarati News

બેરોજગારી અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે નવા આંકડા સામે આવ્યા છે જે આ ચર્ચાને વધુ તીવ્ર બનાવી શકે છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં ફેબ્રુઆરીમાં બેકારીનો દર વધીને 7.78 ટકા થયો છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં બેરોજગારીનો દર 7.16 ટકા હતો. આ આંકડા અર્થવ્યવસ્થા પર સુસ્તીની અસર દર્શાવે છે.

UnEmployeement

સીએમઆઈઇના જણાવ્યા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ફેબ્રુઆરીમાં વધીને 7.37 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 5.97 ટકા હતો. જ્યારે શહેરી વિસ્તારોમાં તે અગાઉના 9.7 ના દરની તુલનાએ 8.65 ટકા પર આવી ગયો છે. બીજી તરફ, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા અનુસાર, જાન્યુઆરી મહિના કરતા ફેબ્રુઆરી મહિનામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પ્રવૃત્તિઓની ગતિ ધીમી રહી છે.

અગાઉ મંદી અને આર્થિક મોરચે સતત વિરોધનો સામનો કરી રહેલી મોદી સરકારને આંચકો લાગ્યો હતો. આર્થિક મોરચે રાહતની રાહ જોતા મોદી સરકારને આંચકો લાગ્યો જ્યારે કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) નો વિકાસ ઘટ્યો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના ડેટા અનુસાર, જીડીપીમાં ઘટાડો નાણાકીય વર્ષ 2019-20ના ત્રીજા ક્વાર્ટરમાં ચાલુ છે. દેશનો જીડીપી સપ્ટેમ્બર અને ડિસેમ્બરની વચ્ચે ઘટીને 4.7 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો: દિલ્લી હિંસા પર હંગામાં બાદ લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

English summary
The unemployment rate in February was the highest in four months, with unemployment rate rising to 7.78 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X