ના હોય! આ દારૂની માલિશ કરશે નિમોનિયાની છૂટ્ટી

ભોપાલ, 18 જુલાઇઃ સમાજમાં દારૂને સારી દ્રષ્ટિએ જોવામાં આવતો નથી, પરંતુ મધ્યપ્રદેશના અલિરાજપુરમાં બનાવવામાં આવેલા દારૂથી ખાંસી, શરદી, નિમોનિયા પીડિત બાળકો માટે રામબાણ સાબિત થઇ રહ્યો છે, કારણ કે, તેની માલિશથી દરદી સ્વસ્થ થઇ જાય છે.

અલિરાજપુરના જોબટ વિસ્તારમાં કેરીનો દારૂ બનાવવામાં આવે છે. આ દારૂને બાસ્પ વિધિથી બનાવવામાં આવે છે. આ દારૂ બનાવનાર પ્રદીપ સિંહ જણાવે છે કે કેરીમાંથી બનાવવામાં આવતો દારૂ પીવાની જરૂર નથી, પરંતુ પીઠ અને છાતી તથા હાથ-પગ પર માલિશ કરવાથી કફ બહાર આવી જાય છે. આ દારૂમાં ઇથાઇલ અને મિથાઇલ જેવા પદાર્થ નથી હોતા, જે નુક્સાનકારક છે.

પ્રદીપ જણાવે છે કે, બાળકોને ખાંસી, નિમોનિયા થાય તો દવાની જરૂર નથી, કેરીથી બનેલા દારૂની માલિશ કરવા માત્રથી શરીરની અંદર જમા કફ બે ત્રણ દિવસમાં બહાર આવી જાય છે અને બીમારીઓમાંથી મુક્તિ મળી જાય છે.

mango
કેરીનો દારૂ બનાવવા માટે રસને એકઠો કરવામાં આવે છે, એક વાસણમાં ગરમ કરવામાં આવે છે. તેનાથી નીકળતી બાષ્પને પાઇપ થકી બીજા વાસણમાં કાઢવામાં આવે છે. આ પ્રક્રિયાને ત્રણ ચાર વાર કરવામાં આવ્યા બાદ કેરીનો દારૂ તૈયાર થયા છે. આ દારૂ સ્પ્રિટ જેવો હોય છે.

જોબટના રાજૂ જણાવે છે કે કેરીનો દારૂ ખાંસી અને નિમોનિયા પીડિત બાળકો માટેની દવા બની ગઇ છે. આ દારૂની માલિશથી બાળકોને ઘણો લાભ થઇ રહ્યો છે અને વિસ્તારના મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X