Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NCP-કોંગ્રેસ-શિવસેનાની વિચારધારા અલગ, સરકાર બની તો વધુ દિવસ નહિ ચાલેઃ નીતિન ગડકરી

NCP-કોંગ્રેસ-શિવસેનાની વિચારધારા અલગ, સરકાર બની તો વધુ દિવસ નહિ ચાલેઃ નીતિન ગડકરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાય દિવસોથી ચાલી રહેલ રાજનૈતિક ઘમાસાણ વચ્ચે સરકાર બનાવવાનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ-એનસીપીની શિવસેના સાથે મળી સરકાર બનાવવાને લઈ બધા મુદ્દા પર સહમતિ બની ગઈ છે અને આગામી એક-બે દિવસોમાં આને લઈ સત્તાવાર એલાન થઈ શકે છે. જ્યારે શિવસેના-એનસીપી-કોંગ્રેસની મહારાષ્ટ્રમાં સરકાર બનવાની સંભાવનાઓ પર કેન્દ્રીય મંત્રી અને ભાજપના કદાવર નેતા નીતિન ગડકરીનું નિવેદન સામે આવ્યું છે.

ત્રણેય દળમાં વૈચારિક મતભેદઃ નીતિન ગડકરી

ત્રણેય દળમાં વૈચારિક મતભેદઃ નીતિન ગડકરી

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવાની કોશિશો વચ્ચે નીતિન ગડરીએ કહ્યું કે આ ત્રણેય દળોની વિચારધારાઓ અલગ-અલગ છે. જો આ ત્રણેય દળ મળીને સરકાર બનાવે છે તો પણ લાંબા દિવસો સુધી નહિ ચાલી શકે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એનસીપી-કોંગ્રેસ અને શિવસેનાનું ગઠબંધન થયું તો પણ તે સફળ નહિ થાય.

વધુ દિવસ સરકાર નહિ ચાલેઃ ગડકરી

જણાવી દઈએ કે શિવસેના અને ભાજપે મહારાષ્ટ્રમાં મળી વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી પરિણામ આવ્યા બાદ આ ગઠબંધનને પણ બહુમત મળ્યું છે પરંતુ શિવસેનાએ ભાજપ સામે મુખ્યમંત્રી પદને લઈ 50-50નો ફોર્મ્યુલા આપ્યો, જેના પર સહનતિ ન બની શકી. ભાજપનું કહેવું હતું કે આવી કોઈ ડીલ નહોતી થઈ જ્યારે શિવસેનાએ આને લઈ મોર્ચો ખોલી દીધો. જે બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઈ ગૂંચવણ પેદા થઈ છે, તે હજુ પણ ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું

બીજી તરફ રાષ્ટ્રપતિ શાસન વચ્ચે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સતત કોંગ્રેસ અને એનસીપી સાથે વાત કરી રહી છે. જો કે ઘટનાક્રમની વાત કરીએ તો આ ત્રણેય દળો મળી સરકાર બનાવવા પર સહમત થઈ ગઈ છે. જો કે તેમના તરફથી પાવર શેરિંગને લઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સંજય રાઉતે કહ્યું કે રાજ્યમાં 5 વર્ષ સુધી શિવસેનાના જ મુખ્યમંત્રી હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X