ચિદમ્બરમે કહ્યું,'મોદીનો કોંગ્રેસ સાથે કોઇ મુકાબલો નથી'

નવી દિલ્હી, 8 ઓક્ટોબર: લોકસભા ચૂંટણી 2014 માટેની ઘમાસાણ અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે મુકાબલો કરવા માટે કમર કસી રહી છે. ભલે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર ના કરી રહ્યા હોવ પરંતુ કોંગ્રેસી નેતા મોદીને પડકાર આપી રહ્યા છે.
નાણામંત્રી પી ચિદમ્બરમનું કહેવું છે કે મોદી અટલ બિહારી વાજપેઇ અને લાલકૃષ્ણ અડવાણી જેટલા શક્તિશાળી નથી. એવામાં મોદીનો કોંગ્રેસ સાથે કોઇ મુકાબલો નથી.

સોમવારે નાણામંત્રીએ ફરી રાહુલની વાતને વાગોળતા જણાવ્યું કે કોંગ્રેસ મુકાબલા માટે હજી મેદાનમાં નથી ઉતરી. આમ પણ તેમની પાર્ટી નરેન્દ્ર મોદીને મુકાબલાની બહાર માની રહી છે. ચિદમ્બરમે બીજેપી પર નિશાનો સાધતા જણાવ્યું કે મોદીથી કોંગ્રેસનો કોઇ મુકાબલો થઇ શકે તેમ નથી. પરંતુ ચિદમ્બરમે એ જરૂર માન્યું કે શહેરી યુવાનોમાં મોદીનો ક્રેઝ છે.

p chidambaram
તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો રહેશે તો તેમાં બીજેપી શાસિત પ્રદેશ છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને કર્ણાટકનો પણ ઉલ્લેખ થશે. આ ઉપરાંત મોદી જો ખુલ્લી ચર્ચા કરશે તો તેના માટે પણ કોંગ્રેસ તૈયાર છે, ચર્ચા માત્ર હિન્દીમાં નહીં થાય, તમિળ, તેલુગુ, અસમિયા અને બંગાળીમાં પણ મોદીએ કોંગ્રેસ સાથે ચર્ચા કરવી પડશે.

જ્યાં એક બાજું બીજેપી લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. એનડીએના વડાપ્રધાન ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તાબડતોબ રેલિયો કરવામાં લાગી ગયા છે. જ્યારે કોંગ્રેસ પોતાની ચૂંટણી રણનીતિ બનાવી રહી છે. હાલમાં ગુજરાતમાં એક સભા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હાલમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરી નથી, જ્યારે ઉતરશે ત્યારે સૌને માલૂમ પડી જશે. ત્યારબાદ મુકાબલાની વાત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X