For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારદા કૌભાંડઃ મંત્રીઓની ધરપકડના વિરોધમાં CBI ઑફિસ પહોંચ્યા CM મમતા, કહ્યુ - મારી પણ ધરપકડ કરો

મમતા બેનર્જી પોતાના મંત્રીઓ અને ધારાસભ્યોની ધરપકડના વિરોધમાં કોલકત્તાના સીબીઆઈના કાર્યલય પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ CBIએ સોમવારે પશ્ચિમ બંગાળ સરકારના બે મંત્રીઓ સહિત ચાર નેતાઓની નારદા કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. સીબીઆઈના આ પગલાંને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંપૂર્ણપણે ખોટુ ગણાવ્યુ છે અને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી છે. મમતા બેનર્જી પોતાના મંત્રીઓ અને ધારાસભ્યોની ધરપકડના વિરોધમાં કોલકત્તાના સીબીઆઈના કાર્યલય પહોંચી ગયા છે. મમતા બેનર્જીએ સીબીઆઈ અધિકારીઓને કહ્યુ છે કે તેમની પણ ધરપકડ કરવામાં આવે.

mamata

નારદા સ્ટિંગ ટેપ કેસમાં આરોપી કેબિનેટ મંત્રી ફિરહાદ હકીમ અને સુબ્રમ મુખર્જી, ટીએમસી ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર સોવન ચેટર્જીના ઘરે રેડ બાદ તેમને સીબીઆઈ કાર્યાલય લાવવામાં આવ્યા. સીબીઆઈ ઓફિસમાં હાજર વકીલો આનંદો રાઉતે કહ્યુ કે મમતા બેનર્જીએ અહીં ઓફિસરોને કહ્યુ કે જો તમે આ ચાર નેતાઓની ધરપકડ કરી રહ્યા હોય તો મારી પણ ધરપકડ કરો, રાજ્ય સરકાર કે કોર્ટ નોટિસ વિના આ ધરપકડ ના કરી શકે, જો તેમછતાં ધરપકડ કરતા હોય તો મારી પણ ધરપકડ કરવામાં આવે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર બિમાન બેનર્જીએ કહ્યુ છે કે આ ધરપકડ ગેરબંધારણીય હશે કારણકે હાઈકોર્ટના આદેશ અનુસાર કોઈ ધારાસભ્યની ધરપકડ કરતા પહેલા સ્પીકરની મંજૂરી લેવામાં આવે છે પરંતુ મારી કોઈ મંજૂરી લેવામાં આવી નથી.

Cyclone Tauktae: તૌકતેને 'અત્યંત ગંભીર વાવાઝોડુ' ઘોષિત કરાયુCyclone Tauktae: તૌકતેને 'અત્યંત ગંભીર વાવાઝોડુ' ઘોષિત કરાયુ

2016માં સામે આવ્યુ હતુ સ્ટિંગ

નારદા સ્ટિંગ ટેપ પશ્ચિમ બંગાળમાં 2016ની વિધાનસભા ચૂંટણી પહેલા સામે આવ્યુ હતુ. જણાવવામાં આવ્યુ હતુ કે આ સ્ટિંગ 2014માં કરવામાં આવ્યુ હતુ. આ સ્ટિંગમાં કથિત રીતે ટીએમસી નેતાઓએ લાંચ લેતા બતાવવામાં આવ્યા હતા. સ્ટિંગમાં ફરહાદ હકીમ, સુબ્રમ મુખર્જી, મદન મિત્રા અને સોવિન ચેટર્જીનુ નામ સામે આવ્યુ હતુ. આ મામલે કોલકત્તા હાઈકોર્ટે 2017માં સ્ટિંગ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં સોવન ચેટર્જી ટીએમસીમાં નથી. વળી, ફરહાદ હકીમ અને સુબ્રત મુખર્જી હાલમાં રાજ્ય સરકારમાં મંત્રી અને મદન મિત્રા ટીએમસીના ધારાસભ્ય છે.

English summary
There is no rule that without State govt permission one can arrest state officials: Mamata Banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X