યમુનાએ ફરી ડરાવ્યા, દિલ્હી પર પણ પૂરનો ખતરો
નવી દિલ્હી, 17 જૂન : દિલ્હીમાં યમુના નદીમાં પૂરનો ભય વર્તાઇ રહ્યો છે. હરિયાણાના યમુનાનગરમાં હથિની કુંડ બૈરાજથી અત્યાર સુધી સાઢા આઠ લાખ ક્યૂસેક પાણી છોડાઇ ચૂક્યું છે. આ પાણી આજે સાંજ સુધી દિલ્હી પહોંચી શકે છે. બીજી તરફ યમુનાનગરમાં કેટલાય ગામડાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે. અત્રેના એક ગામની પાસે આવેલ એક ટાપૂ પર 53 લોકો ગઇકાલે રાતથી ફસાયેલા છે.
દિલ્હીથી માત્ર સાઢાત્રણ કલાકની દૂર આવેલા યમુનાનગર જિલ્લામાં જ્યાં નજર દોડાઓ ત્યાં પાણી જ પાણી છે. સતત થઇ રહેલા વરસાદના કારણે યમુના નદી બંને કાંઠે વહી રહી છે. હથિનીકુંડથી દિલ્હી તરફ સાઢાચાર લાખ ક્યૂસેકથી વધારે પાણી છોડાઇ ચૂક્યું છે. કેટલાંક કલાકોમાં આ પાણી દિલ્હી પહોંચી જશે. યમુના નદીને આવેલા ગામડાઓમાં પાણી ભરાઇ ગયા છે.

પાણીમાં ફસાયેલા આ લોકોને બચાવવા માટે વાયૂસેના અને એર લિફ્ટિંગની મદદ માંગવામાં આવી છે પરંતુ વાયુસેનાના અંધિકારીઓ ખરાબ હવામાનના કારણે ઉડાન ભરી શક્યા નથી જ્યારે એનડીઆરએની ટીમ પણ મોડી રાત સુધી ઘટનાસ્થળે પહોંચી શકી નહી. પાણીનો વહાવ એટલો બધો વેગીલો છે કે નાવડીની મદદથી પણ ત્યા પહોંચી શકાય તેમ નથી. માટે અધિકારીઓ હવામાન સુધરવાની રાહ જોઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
