બિહારમાં ગમે ત્યારે બાજી પલટાઈ શકે, 99 સીટ પર 2000થી ઓછા વોટનું માર્જીન
બિહારમાં ગમે ત્યારે બાજી પલટાઈ શકે, 99 સીટ પર 2000થી ઓછા વોટનું માર્જીન
બિહારમાં આજે સવારે 8 વાગ્યેથી શરૂ થયેલી મતગણતરી સતત ચાલુ છે. મતગણતરીના તાજા ટ્રેન્ડ રાજ્યમાં ફરીથી નીતિશ સરકારની વાપસી કરાવતા જોવા મળી રહ્યાં છે. જો કે આ માત્ર ટ્રેન્ડ છે. જણાવી દઈએ કે મતગણતરી શરૂ થી હતી ત્યારે મહાગઠબંધને જબરી લીડ બનાવી હતી પરંતુ થોડા કલાકો બાદ જ સ્થિતિ બદલાઈ ગઈ. આવું ટ્વિસ્ટ ફરી જોવા મળી શકે છે.

આ સીટ સમીકરણો બદલી શકે
બપોરે 12 વાગ્યાા આંકડા મુજબ 20 ટકા વોટ ગણવામાં આવ્યા છે. બિહારની 99 સીટ એવી છે જેમાં વોટનું માર્જિન 2000 વોટથી પણ ઓછું છે. જ્યારે 54 વિધાનસબા સીટ એવી છે જેમાં વોટનું અંતર 1000થી પણ ઓછું છે. જ્યારે 28 સીટ એવી છે જ્યાં 500 વોટથી પણ ઓછો તફાવત છે. સ્પષ્ટ છે કે આ સીટ ગમે ત્યારે ટ્રેન્ડ બદલી શકે છે.
આ વખતે મોડેથી આવી રહ્યાં છે ચૂંટણી પરિણામ
ચૂંટણી પંચના સુત્રો મુજબ આ વખતે ટ્રેન્ડ અને પરિણામો આવવામા થોડી વાર લાગી શકે છે કેમ કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં મતદાન કેન્દ્રોની સંખ્યા આ વખતે 72,723થી વધારી 1,06,515 કરવામા આવી હતી. પોલિંગ બૂથમાં 46.5 ટકાની વૃદ્ધિ, કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટેન્સિંગના ઉપાયોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે.
ટ્રેન્ડમાં એનડીએને સ્પષ્ટ બહુમત
બિહારની 243 વિધાનસભા સીટો માટે શરૂઆતી ટ્રેન્ડમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી ચે. તાજા જાણકારી મુજબ એનડીએ 127 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે મહાગઠબંધને 103 સીટ પર બઢત બનાવી રાખી છે. ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. ભાજપ હાલ 73 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે આરજેડી બીજી મોટી પાર્ટી છે. આરજેડી હાલ 64 સીટ પર આગળ ચાલી રહી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
