આ છે ભારતના સૌથી ફની નામ ધરાવતા રેલ્વે સ્ટેશન, સાંભળીને સાંજ સુધી હસતા રહેશો
ભારત વિવિધતાઓથી ભરેલુ છે. ભારતમાં કેટલાક એવા રેલ્વે સ્ટેશન છે જેના નામ સાંભળીને તમે વિચારતા રહી જશો.
આ દુનિયા વિવિધતાઓથી ભરેલી છે. આ દુનિયામાં હજારો લોકો અને જગ્યાઓના અજીબોગરીબ નામ છે. ભારત પણ વિવિધતા ધરાવતો દેશ છે અહીં પણ પ્રદેશ અને રાજ્ય પ્રમાણે નામ બદલાય છે. જો કે આજે આપણે લોકોના નહીં પણ ભારતના અજીબોગરીબ રેલ્વે સ્ટેશનના નામ વિશે વાત કરવાના છીએ. કેટલાક નામ તો એટલા ફની છે કે તે સાંભળતા હસી પડશો.

સિંગાપુર રેલ્વે સ્ટેશન
સિંગાપુર નામ સાંભળતા જ મોટા ભાગના લોકોને સિંગાપુર દેશનું નામ યાદ આવે છે. જો કે ભારતમાં પણ એક સિંગાપુર આવેલુ છે. ભારતનું આ સિંગાપુર રેલ્વે સ્ટેશન ઓરિસ્સામાં આવેલુ છે.

સુઅર રેલ્વે સ્ટેશન
સુઅર રેલ્વે સ્ટેશનનું નામ સાંભળતા જ તમે હસી પડશો. સુઅર રેલ્વે સ્ટેશન ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં આવેલુ એક ગામ છે. મુરાદાબાદ અને અમરોહા વચ્ચે આવેલુ આ સ્ટેશન વિચિત્ર નામ માટે ફેમસ છે.

ટટ્ટી ખાના
આ વિચિત્ર રેલ્વે સ્ટેશનનું નામ એટલુ ફની છે કે તેને સાંભળીને કોઈ પણ હસવા લાગે. ટટ્ટી ખાના રેલ્વે સ્ટેશન તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં આવેલુ છે અને અહીં માત્ર 103 લોકોની વસ્તી છે.

પનૌતી રેલ્વે સ્ટેશન
પનૌતી શબ્દનો અર્થ તો તમને ખબર જ હશે. જો કે ભારતમાં આવુ જ એક પનૌતી રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશન ભારતમાં ઉત્તર પ્રદેશના ચિત્રકુટ જિલ્લામાં આવેલુ છે. આ એક નાનુ ગામ છે અને અહીં 3 હજાર કરતા પણ ઓછા લોકો રહે છે.

દારૂ સ્ટેશન
દારુ રેલવે સ્ટેશન ઝારખંડના હજારીબાગ જિલ્લામાં સ્થિત છે. સ્ટેશનનું નામ પણદ દારૂ પરથી જ પ્રેરિત છે.

કુત્તા રેલ્વે સ્ટેશન
કુત્તા રેલ્વે સ્ટેશન કર્ણાટકમાં આલેલુ છે. આ સ્ટેશન કુર્ગ પાસે સ્થિત છે. કુત્તા રેલ્વે સ્ટેશન તેના વિચિત્ર નામ ઉપરાંત પ્રાકૃતિક સુંદરતા અને વન્યજીવન માટે ફેમસ છે.












Click it and Unblock the Notifications
