આ ઉદ્યોગપતિઓના હાથમાં છે ભારતના ટેકનોલોજી કારોબારની કમાન, જાણો કોણ કોણ છે લિસ્ટમાં?
સમયના બદલાતા પ્રવાહ સાથે સાથે બિઝનેસના રંગરૂપ પણ બદલાઈ રહ્યા છે. ક્યારેક પેટ્રોલિયમ બિઝનેસમાં રહેલી રિલાયન્સ આજે મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ બિઝનેેસમાં પોતાનો પગ જમાવી ચુકી છે.
સમયના બદલાતા પ્રવાહ સાથે સાથે બિઝનેસના રંગરૂપ પણ બદલાઈ રહ્યા છે. ક્યારેક પેટ્રોલિયમ બિઝનેસમાં રહેલી રિલાયન્સ આજે મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ બિઝનેેસમાં પોતાનો પગ જમાવી ચુકી છે. આજે આપણે ભારતના કેટલાક એવા ઉદ્યોગપતિઓ વિશે વાત કરવાના છીએ, જેના હાથમાં ભારતના ટેકનોલોજી બિઝનેસની કમાન છે.

બાયજુ રવિન્દ્રન અને દિવ્યા ગોકુલનાથ
ભારતના દિગ્ગજ ટેક ઉદ્યોગપતિઓની યાદીમાં બાયજુ રવિન્દ્રન અને દિવ્યા ગોકુલનાથનું નામ પણ સામેલ છે. આ જોડીએ વર્ષ 2011માં BYJU કંપનીની સ્થાપના કરી હતી. આ કપલની કુલ સંપત્તિ 29,075.04 કરોડ રૂપિયા છે.

શ્રીધર વેમ્બુ
શ્રીધર વેમ્બુ ઝોહો કોર્પના સ્થાપક અને સીઈઓ છે. તેમની કુલ સંપત્તિ 30,690.32 કરોડ રૂપિયા છે. શ્રીધર વેમ્બુને 2021માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

નારાયણ મુર્તિ
ઈન્ફોસેસના ફાઉન્ડર નારાયણ મુર્તિ પણ ભારતના જાણીતા ટેક ઉદ્યોગપતિ છે. નારાયણ મુર્તિ 34,728.52 કરોડની સંપતિના માલિક છે અને ભારતના અગ્રણી ટેક ઉદ્યોગપતિમાં સામેલ છે.

અજીમ પ્રેમજી
વિપ્રોના અધ્યક્ષ અજીમ પ્રેમજી પણ ભારતના ટોચના ટેક બિઝનેસમેનમાં સામેલ છે. અજીમ પ્રેમજી 75,110.53 કરોડ રૂપિયાની સંપતિના માલિક છે. તેઓએ 40 વર્ષ સુધી વિપ્રોની કમાન સંભાળી છે.

શિવ નાડાર
એચસીએલ ટેક્નોલોજીસના ચેરમેન અને દિગ્ગજ બિઝનેસમેન શિવ નાદર ભારતના ટોચના ટેક ઉદ્યોગપતિઓમાં સામેલ છે. HCLના શિવ નાડારની કુલ સંપત્તિ 172,834.97 કરોડ રૂપિયા છે. તેઓ ટેક બિઝનેસમેનની યાદીમાં ટોપ પર છે.












Click it and Unblock the Notifications
