દુવા દેતે હૈ જીને કી ઔર દવા કરતે હૈ મરને કી: નિતિશ
નવી દિલ્હી, 14 જૂન: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ભાજપ સાથે પોતાના ગઠબંધન પર મૌન તોડતાં પહેલી વાર આજે સ્પષ્ટ પણે ભાજપ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પટનામાં નિતિશ કુમારે કહ્યું હતું કે ખરેખર સ્થિત મુશ્કેલ છે. ભાજપ પર ઘેરી નિરાશા વ્યક્ત કરતાં તેમને કહ્યું હતું કે દુવા દેતે હૈ જીને કી ઔર દવા કરતે હૈ મરને કી.
આ પહેલાં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર દ્વારા ભાજપાને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું હોવાના સમાચારને નકારી કાઢતાં જદયૂ અધ્યક્ષ શરદ યાદવે કહ્યું હતું કે આવી કોઇ વાત નથી. તેમને કહ્યું હતું કે પાર્ટી કોઇપણ નિર્ણય શનિવારે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બાદ કરવામાં આવશે. તેમને ત્યાં સુધી નેતાઓને નિવેદન આપવામાં સંયમ રાખવાની સલાહ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી વાર સમાચાર આવ્યા હતા કે નિતિશ કુમારે ભાજપને બે દિવસમાં વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ જાહેર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ શરદ યાદવે આ અંગે મનાઇ કરી દિધી છે.
આ દરમિયાન બિહારમાં ભાજપા કોટાના કેટલાક મંત્રી પણ સરકારી કામકાજથી દૂર જ રહ્યાં. બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પણ બધી ફાઇલોને નકારી કાઢી હતી. તેમને આદેશ આપ્યો હતો કે તેમની પાસે વધુ કોઇ નવી ફાઇલ લાવવામાં ન આવે.

કેટલાક મંત્રીઓએ તો ફક્ત કાર્યાલય આવવાની જહેમત જ ઉઠાવી હતી. સ્વાસ્થ્ય મંત્રી અશ્વિનિ કુમાર ચૌબે તથા પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહ બહાર છે. પ્રેમ કુમાર પારિવરિક કારણોથી ગયામાં છે.
જ્યારે જર્નાદન સિંહ સિગ્રીવાલ પોતાના વિસ્તારમાં જ છે. જો કે હજુ સુધી ભાજપા દ્વારા ગઠબંધન યથાવત રાખવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ અહીંનો નજારો કંઇક બીજું જ કહી રહ્યો છે.
બીજી તરફ ભાજપા નરેન્દ્ર મોદીને લઇને અડગ છે અને બીજી તરફ જદયૂ દોસ્તી તોડવા પર ઉતરેલી છે. તેના કારણે બંને દળો વચ્ચે તૂટવાના અણસાર વધી ગયા છે. જો કે નિતિશ કુમારના ગઠબંધન પર નિર્ણય કરવા માટે 15 જૂનના રોજ જદયૂના બધા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં શરદ યાદવ પણ હાજર રહેશે.
ભાજપાનો પ્રયત્ન એ છે કે તે ગઠબંધન ખતમ થવાની સ્થિતીમાં જદયૂ સાથે સંબંધ જળવાઇ રહે. આ સાથે જ ભાજપા ગઠબંધન તૂટવાનો આરોપ પોતાના માથે લેવાથી બચી રહી છે. જદયૂનું માનવું છે કે કોઇપણ વ્યક્તિને ચૂંટણી પ્રચાર સમિતિનો અધ્યક્ષ બનાવવા માટે આટલો દેખાડો કરવામાં નથી આવતો જેટલો નરેન્દ્ર મોદી માટે કરવામાં આવ્યો છે. જદયૂએ કહ્યું હતું કે વડાપ્રધાન પદની દાવેદારી માટે પાર્ટીમાં લાલકૃષ્ણ અડવાણીથી યોગ્ય કોઇ નથી.












Click it and Unblock the Notifications
