એક જ મહિનામાં ત્રીજી ઘટના, લખીમપુર ખીરીમાં 3 વર્ષની બાળકીની રેપ બાદ હત્યા

એક જ મહિનામાં ત્રીજી ઘટના, લખીમપુર ખીરીમાં 3 વર્ષની બાળકીની રેપ બાદ હત્યા

લખીમપુર ખીરીઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં 2 સપ્ટેમ્બરે લાપતા થયેલ ત્રણ વર્ષીય બાળકીનો મૃતદેહ ગુરુવારે સવારે શેરડીના ખેતરમાંથી મળી આવ્યો. મૃતદેહ મળ્યાની સૂચના પર સિંગાહી પોલીસ સ્ટેશનના પોલીસ અધીક્ષક સતેંદ્ર કુમાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ફોરેંસિક ટીમે ઘટના સ્થળેથી સબૂતો એકઠાં કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ અધીક્ષકે કહ્યું કે આરોપીઓને જલદી જ પકડી લેવામાં આવશે.

lakhimpur khiri

આ મામલો ઉત્તર પ્રદેશના સિંગારી પોલીસ સ્ટેશન ક્ષેત્રના મટેહિયા ગામનો છે. જાણકારી મુજબ 2 સપ્ટેમ્બરની સવારે 10 વાગ્યે ત્રણ વર્ષીય બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી ત્યારે જ તે અચાનક લાપતા થઈ ગઈ. પરિજનોએ આજુબાજુમાં તલાશ શરૂ કરી, પરંતુ તેનો કોઈ પતો ના લાગ્યો. ગુરુવારે બપોરે જ્યારે ગામના લોકો ખેતર તરફ ગયા તો નિર્મલ સિંહની શેરડીના ખેતરમાંથી બાળકીની લાશ મળી. બાળકીના ચપ્પલ તેના પગ પાસે પડ્યાં હતાં અને સ્કાર્ફ માથા પાસે રાખ્યો હતો. ચહેરા પર થોડું લોહી પણ લાગેલું હતું.

મૃતદેહ જોઈ પરિવારમાં સન્નાટો છવાઈ ગયો. સૂચના મળતા જ સિંગાહી પોલીસ સ્ટેશનના પ્રભારી અને સીઓ પ્રદીપ કુમાર સહિત એસપી સતેંદ્ર કુમાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા. પોલીસે મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. એસપીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પરિજનો પાસેથી ઘટનાની જાણકારી મેળવી. પરિજનોએ ગામના જ એક શખ્સ લેખરામ પર જૂની દુશ્મનાવટમાં બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. જેના આધાર પર પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારી સતેન્દ્ર કુમારે જણાવ્યું કે પરિવારે જણાવ્યા મુજબ કેસ નોંધી આરોપીની તલાશ ચાલુ છે. બાળકીના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X