For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડની વધતી સ્થિતિ પર પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને ઘેરી, કહ્યુ - 'તે ISI સાથે વાત કરી શકે છે પરંતુ...'

કોરોના સંક્રમણના ઝડપથી વધતા કેસો માટે કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીનો ગ્રાફ દેશમાં ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 95 હજાર 41 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 2 હજાર 23 દર્દીઓના મોત કોરોના સંક્રમણના કારણે થયા છે. કોરોના સંક્રમણના ઝડપથી વધતા કેસો બાબતે કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ. પ્રિયંકા ગાંધીએ કહ્યુ, 'દેશમાં કોરોનાની બીજી લહેર બાદ સરકારની પ્રતિક્રિયા ખૂબ જ નિરાશાજનક રહી.' ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર હુમલો કરતા કહ્યુ કે આ સરકાર આઈએસઆઈ સાથે વાત કરી શકે છે. દુબઈમાં તેમનો વાર્તાલાપ ચાલી રહ્યો છે આઈએસઆઈ સાથે પરંતુ વિપક્ષ સાથે વાત નથી કરી શકતા. તેમના સૂચનો પર ચર્ચા નથી કરી શકતા. બધા રાજકીય પક્ષો કહી રહ્યા છે કે અમે તમારી સાથે છે. અમે સરકાર સાથે છે. અમે દેશ સાથે છે. લોકતંત્રમાં ચર્ચાથી જ કામ આગળ વધે છે. લોકતંત્રમાં ક્યારેક ટીકાઓ પણ સાંભળવી પડે છે.

પ્રધાનમંત્રી ચૂંટણી રેલીઓમાં વ્યસ્ત

પ્રધાનમંત્રી ચૂંટણી રેલીઓમાં વ્યસ્ત

પ્રિયંકા ગાંધીએ એક સવાલના જવાબમાં કહ્યુ કે કોરોના કાળમાં સરકારનુ વલણ ખૂબ જ નિરાશાજનક રહ્યુ છે. એક તરફ દેશભરમાં લોકો કોરોના મહામારી સામે લડી રહ્યા છે તો બીજી તરફ પ્રધાનમંત્રી ચૂંટણી રેલીઓમાં વ્યસ્ત છે. મહામારીના આ સમયમાં ગ્રાઉન્ડ પર સરકારના કામ દેખાઈ નથી રહ્યા. અત્યારે તો સરકારે મહામારી સામે લડવા માટે પૂરુ જોર લગાવી દેવુ જોઈએ. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે અમુક વિપક્ષ નેતા તમને સૂચનો આપી રહ્યા છે તે એટલા માટે કારણકે અમુક વસ્તુઓ છે જે તમે નથી કરી. પરંતુ રાજનીતિના ચક્કરમાં તેમની સલાહને બાજુએ મૂકી દીધી.

'જે તમે કરી શકતા હતા એ તમે કેમ ના કર્યુ?'

'જે તમે કરી શકતા હતા એ તમે કેમ ના કર્યુ?'

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, 'આ મહામારીએ ગરીબ કે અમીર કોઈને છોડ્યા નથી. આવી પરિસ્થિતિમાં નારાજગી તો થાય જ ને, જે તમે કરી શકતા હતા એ તમે કેમ ના કર્યુ, તમારી પાસે સમય હતો. આ બધુ છોડો, આજે એ સમય છે જ્યારે તમારે જનતા સાથે ઉભુ રહેવાનુ છે. લોકોના આંસુ લૂછવાના છે.' પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, 'તમારી પાસે કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે 9 મહિનાનો સમય હતો. તમારા ખુદના સીરો સર્વે એ સંકેત આપી રહ્યા હતા કે બીજી લહેર આવશે પરંતુ તમે તેના પર ધ્યાન ન આપ્યુ.'

'તમે ભારતીયોને પ્રાથમિકતા કેમ ન આપી?'

'તમે ભારતીયોને પ્રાથમિકતા કેમ ન આપી?'

પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યુ, 'ભારતની ઑક્સિજન પ્રોડક્શન કેપેસિટી દુનિયામાં સૌથી મોટી છે પરંતુ ઑક્સિજનને ટ્રાન્સપોર્ટ કરવાની સુવિધા બનાવવામાં ન આવી. છેલ્લા 6 મહિનામાં 11 લાખ રેમડેસિવિર ઈંજેક્શનની નિકાસ કરવામાં આવી અને આજે આપણે અછતનો સામનો કરી રહ્યા છે.' તેમણે આગળ કહ્યુ કે, 'આજે દેશભરમાંથી રિપોર્ટ આવી રહ્યા છે બેડ, ઑક્સિજન, રેમડેસિવિર, વેંટિલેટરની કમી છે. પહેલી વેવ અને બીજી વેવ વચ્ચે આપણી પાસે તૈયારી કરવા માટે ઘણા મહિના હતા. સરકારે જાન્યુઆરીથી માર્ચ મહિનામાં કોરોના વાયરસની 6 કરોડ વેક્સીન નિકાસ કરી અને આ સમયમાં 3-4 કરોડ ભારતીયોને વેક્સીન આપી. તમે ભારતીયોને પ્રાથમિકતા કેમ ન આપી?'

કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 2,95,041 નવા કેસ, 2023 મોતકોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 2,95,041 નવા કેસ, 2023 મોત

English summary
This government can speak to ISI but they can't talk to opposition leaders says Priyanka Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X