ચિદમ્બરમની બાજીગીરી, તો કોઇએ કહ્યું લોલીપોપ બજેટ

yashwant singha
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: નાણામંત્રી પી. ચિદમ્બરમે આજે સંસદમાં સામાન્ય બજેટ 2013-14ને રજૂ કરી દીધું. આ બજેટમાં નાણામંત્રીએ દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે મધ્યમવર્ગ પર કોઇ વધારાનો ટેક્સ લાદ્યો નથી. જોકે રાજકારણમાંથી આ બજેટ અંગે અગલ અગલ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

કોંગ્રેસી પ્રવક્તા મનિષ કુમાર તિવારીએ આ બજેટના વખાણ કરતા જણાવ્યું કે ' નાણામંત્રીએ ખુબ જ સરસ અને વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું છે. તેમણે દરેક વર્ગોને રાહત આપી છે. તેમજ કોઇ વધારાનો ટેક્સ લાદ્યો નથી. મારા મતે આ પ્રોગ્રેસિવ અને રચનાત્મક બજેટ છે.'

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ ચિદમ્બરમના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ બજેટ ખુબ ચાલાકીથી તૈયાર કરવામાં આવ્યું છે. હું આને ચિદમ્બરમની બાજીગરી ગણાવું છું. તેમણે જણાવ્યું કે આ બજેટ દ્વારા નાણામંત્રીએ 18 હજાર કરોડનો નવો ટેક્સ લાદ્યો છે જેના કારણે મોંઘવારી વધારો થશે. આ ઉપરાંત વિપક્ષે આ બજેટને મોંઘવારી વધારનારું ગણાવ્યું છે.

જ્યારે બીજી બાજુ શત્રુધ્નસિન્હાએ આ બજેટને લોલીપોપ બજેટ ગણાવ્યું છે. સિન્હાએ જણાવ્યું કે બજેટમાં નાણામંત્રીએ આંકડાઓની માયાજાળ રચી છે. જે લોકો પર ધ્યાન કેન્દ્રીત કરવા જેવું હતું તેમની પર કરાયું નથી જેમકે ખેડૂત, મજુર અને નોકરિયાતો પર ધ્યાન નથી કેન્દ્રીત કરાયું. તેમણે જણાવ્યું કે ભારતીય ઇકોનોમીમાં આટલું સરસ કોન્ટ્રીબ્યુટ કરનાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને કોઇ લાભ નથી અપાયો. માત્ર સર્વિસ ટેક્સ નાબુદ કર્યો તેના માટે હું આભાર માનું છું પરંતુ હું આ બજેટને સુલજેલુ નહી પરંતુ ઉલજેલું બજેટ માનું છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X