આ છે સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ, દુનિયામાં માત્ર 9 લોકો જ ડોનેટ કરી શકે છે

સામાન્ય રીતે મેચિંગ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો એકબીજાની જરૂરિયાત પર બ્લડ ડોનેટ કરતા હોય છે. જો કે તમને કોઈ એમ કહે કે એક બ્લડ ગ્રુપ એવુ છે જેને આખી દુનિયામાં માત્ર આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ બ્લડ ડોનેટ કરી શકે છે.

આજે આપણે એક એવા બ્લડ ગ્રુપ વિશે વાત કરવાના છીએ જે આખી દુનિયામાં પર માત્ર 45 લોકો પાસે છે અને સૌથી મોટી વાત એ છે કે આમાંથી માત્ર 9 લોકો જ પોતાનું બ્લડ ડોનેટ કરી શકે છે.

rarest blood group

આપણે જે બ્લડ ગ્રુપની વાત કરી રહ્યા છીએ તે ગોલ્ડન બ્લડ ગ્રુપ આખી દુનિયામાં રેરેસ્ટ બ્લડ ગ્રુપ મનાય છે. આ એવા બ્લડ ગ્રુપનું લોહી છે જે કોઈને પણ ચઢાવી શકાય. આ બ્લડ ગ્રુપનું બ્લડ અન્ય બ્લડ સાથે સરળતાથી મેચ થઈ જાય છે.

આ બ્લડ ગ્રુપની શોધ વર્ષ 1960માં થઈ હતી અને તેનું સાચું નામ Rhnull છે. આ લોહીને તેની વિશેષતાઓને કારણે ગોલ્ડન બ્લડ નામ આપવામાં આવ્યું છે. આ બ્લડ ગ્રુપની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈપણ બ્લડ ગ્રુપની વ્યક્તિને ચડાવી શકાય છે. આ લોહી ફક્ત તે લોકોના શરીરમાં જોવા મળે છે જેમનું Rh ફેક્ટર શૂન્ય છે.

Rh ફેક્ટર એ એક ખાસ પ્રકારનું પ્રોટીન છે અને લાલ રક્તકણોની સપાટી પર જોવા મળે છે. જો આ પ્રોટીન RBC માં હાજર હોય તો લોહી Rh+ પોઝિટિવ હશે. બીજી તરફ જો આ પ્રોટીન હાજર ન હોય તો લોહી આરએચ-નેગેટિવ હશે. પરંતુ ગોલ્ડન બ્લડ ધરાવતા લોકોમાં આરએચ પરિબળ ન તો સકારાત્મક કે નકારાત્મક હોય છે તે હંમેશા શૂન્ય હોય છે અને તે જ તેને વિશેષ બનાવે છે.

એક રિસર્ચ અનુસાર, 2018માં જ્યારે આ બ્લડની દુનિયાભરમાં શોધ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે માત્ર 45 લોકો જ આ ખાસ બ્લડ ધરાવે છે. આ લોકો જાપાન, કોલંબિયા, બ્રાઝિલ, અમેરિકા અને આયર્લેન્ડના છે. જ્યાં એક તરફ આ લોકોના શરીરમાં જોવા મળતું આ લોહી તેમને દુર્લભ બનાવે છે તો બીજી તરફ તેમની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે જો આ લોકોને લોહીની જરૂર હોય તો તેમને અન્ય કોઈ લોહી ચઢાવી શકાતું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X