For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ઘોડા પર સવાર થઈને કેમ સ્કૂલે ગઈ બાળકી, વીડિયો વાયરલ થતા જણાવ્યુ કારણ

આ બાળકીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યુ છે કે સ્કૂલે જવા માટે તેણે આવો અનોખો રસ્તો કેમ પસંદ કર્યો.

|
Google Oneindia Gujarati News

કેરળના થિસ્સુરથી હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં શાળાની એક બાળકી ઘોડા પર સવાર થઈને સ્કૂલે જઈ રહી હતી. હવે આ બાળકીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યુ છે કે સ્કૂલે જવા માટે તેણે આવો અનોખો રસ્તો કેમ પસંદ કર્યો. તમને જણાવી દઈએ કે યુનિફોર્મમાં ઘોડા પર સ્કૂલે જવાનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આના પર મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ ખાસ કારણથી ઘોડા પર સ્કૂલે ગઈ છાત્રા

આ ખાસ કારણથી ઘોડા પર સ્કૂલે ગઈ છાત્રા

કૃષ્ણા નામની છાત્રાએ એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યુ કે, ‘હું રોજ ઘોડા પર સ્કૂલે નથી જતી, માત્ર ખાસ દિવસોએ જ જઉ છુ. જ્યારે હું બોર થઈ જઉ છુ કે પરીક્ષાના કોઈ દિવસે હું ઘોડા પર સવાર થઈને સ્કૂલે જઉ છુ. જે દિવસનો વીડિયો વાયરલ થયો છે તે ખાસ હતો કારણકે ત્યારે મારી 10માં ધોરણની છેલ્લી બોર્ડની પરીક્ષા હતી. કૃષ્ણાએ જણાવ્યુ કે તે 7માં ધોરણથી ઘોડેસવારી કરી રહી છે અને હવે તે એમાં માહિર થઈ ગઈ છે.'

લોકો બોલ્યા આજની લક્ષ્મીબાઈ

બાળકીનો ઘોડા પર સવાર થઈને સ્કૂલે જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકો આના પર શાનદાર કમેન્ટ કરવા લાગ્યા. કોઈએ કમેન્ટમાં બાળકીને આજની લક્ષ્મીબાઈ ગણાવી દીધી. ઘણા લોકોએ આને રસ્તાને પોલ્યુશન ફ્રી બનાવવાની બાળકીને પહેલ ગણાવી દીધી. આ ઉપરાંત ઘણા લોકો તો ઘોડેસવારીની પ્રતિભાની પ્રશંસા કરી રહ્યા હતા.

આનંદ મહિન્દ્રાએ બાળકીને ગણાવી પોતાની હીરો

બાળકીનો આ વીડિયો વાયરલ થયો તો મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ આને રિટ્વીટ કર્યો અને લખ્યુ, ‘બ્રિલિયન્ટ! છોકરીઓનું શિક્ષણ રસ્તા પર સરપટ દોડી રહ્યુ છે... આ પણ અતુલ્ય ભારત છે.' ત્યારબાદ એક અન્ય ટ્વીટમાં મહિન્દ્રાએ લખ્યુ, ‘શું થિસ્સુરમાં કોઈની પાસે આ બાળકી અને તેના ઘોડાનો ફોટો છે? મને એ ફોટો જોઈએ. હું તેને મારુ સ્ક્રીન સેવર બનાવવા ઈચ્છુ છે. આ મારી હીરો છે. બાળકીનું સ્કૂલે જવુ મને સકારાત્મક બનાવી રહ્યુ છે.'

આ પણ વાંચોઃ પીએમ મોદીના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો, જીત પર ફૂટશે ફટાકડાઃ કેજરીવાલઆ પણ વાંચોઃ પીએમ મોદીના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો, જીત પર ફૂટશે ફટાકડાઃ કેજરીવાલ

English summary
this is why Kerala girl rode to school by horse, told the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X