પોર્ન સાથે જોડાયેલા લોકો કરી રહ્યા છે ટીવી પર રેપ અંગે ચર્ચા: મમતા

તેમણે જણાવ્યું કે 'બળાત્કારની બે-ત્રણ ઘટના ઘટી છે. પરંતુ દરરોજ સાંજે ટીવી પર એજ બુદ્ધિજીવીઓ અશ્લીલ ચર્ચામાં લાગી જાય છે. તેઓ દરરોજ આપણી માતા-બહેનોનું અપમાન કરતા રહે છે. કેટલીક ચેનલોનું દેવાળું નીકળી ગયું છે અને તે બંગાળની જનતાનું અપમાન કરી રહી છે.'
મમતાએ જણાવ્યું કે ચર્ચામાં આવનાર લોકો પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવવાનું નાટક કરે છે, જ્યારે તેમનો ઉદ્દેશ્ય માત્ર રૂપિયા બનાવવાનો હોય છે. તેમના જણાવ્યા અનુસાર આ 'ટોક શો નહીં ટકા શો' માટે આવે છે ટીવી પર.
અજબગજબ પ્રકારના તર્ક આપતા મમતાએ એ પણ કહ્યું કે આ ચર્ચાના પગલે બાળકો ખોટું માર્ગદર્શન મેળવે છે. તેમના અનુસાર ચર્ચામાં સામેલ થઇ રહેલા લોકો યોગ્ય નથી કરી રહ્યા. બાળકો જે વસ્તુઓ નથી જાણતા તેઓ તેને જાણવા લાગે છે. આ ઉપરાંત તેમનો સદાબહાર રાગ પણ ગૂંજ્યો. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટી સીપીએમના ઇશારા પર કેટલીક ટીવી ચેનલો આવું કરી રહી છે.












Click it and Unblock the Notifications
