For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરપોર્ટ પર ફોન પર આપવામાં આવી ધમકી: આસારામને છોડી મુકો નહીંતર ભારતમાં મચશે તબાહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

asaram
ઉદેપુર, 15 સપ્ટેમ્બર: ડબોક સ્થિત મહારાણા પ્રતાપ એરપોર્ટ પર રવિવારે સવારે આવેલા એક ધમકી ભર્યા ફોનથી હડકંપ મચી ગયો. ધમકી આપવામાં આવી કે આસારામ બાપુને 15 દિવસમાં છોડી મુકો, નહી તો એર ઇંડિયાની એકપણ ફ્લાઇટ ઉડવા દઇશું નહી. ભારતમાં તબાહી મચી જશે.

જો કે બધી ફ્લાઇટ નિયમિત ચાલી રહી છે. એરપોર્ટ ઑથોરિટીના વિશેષ કાર્યાધિકારી વિનય દાહિમાએ ડબોક પોલીસમથકમાં એફઆરઆઇ દાખલ કરાવી છે. એએસપી રેવંત દાને જણાવ્યું છે કે એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ ઑફિસના લેંડલાઇન ફોન પર મોબાઇલ પરથી ફોન આવ્યો હતો.

અજ્ઞાત વ્યક્તિએ પોતાને રાયબરેલીથી હોવાનો ગણાવ્યો હતો. એટીસી ઓફિસમાં ફોન રિસીવ કરનાર આસિટેંટ મેનેજર સરોજ મીણાએ ધમકીભર્યા ફોનની સૂચના વિનય દાહિમાને આપી. પોલીસ તપાસમાં આવ્યું છે કે જે મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો, તે રાયબરેલીના લાલગંજ, રાની ખેડાથી આવ્યો હતો. આ સિમ રાયબરેલીના ધર્મેન્દ્ર કુમાર નામે ઇશ્યૂ થયું છે. ઉદયપુર પોલીસ યૂપી પોલીસની મદદથી આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.

વિમાન સેવાઓ પર અસર નહી
ધમકીભર્યો ફોન આવ્યા બાદ પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસ અને સીઆઇએસએફના જવાનોના માધ્યમથી એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે. બધી ફ્લાઇટ ચાલી રહી છે- વિનય દાહિમા, વિશેષાધિકાર, એરપોર્ટ

English summary
The security of Maharana Pratap airport beefed up after threatening calls received on Sunday morning claimed release of self-proclaim Godman Asaram Bapu within 15 days or else none of the Air India flights would take off and would cause havoc in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X