કાશ્મીરમાં રાહુલ ગાંધીને ખતરો, જાણો શું કહ્યું સુરક્ષા એજન્સીઓએ?
રાહુલ ગાંધીને સુરક્ષિત રાખવા માટે વિગતવાર યોજના બનાવાઈ છે. એજન્સીઓએ રાહુલ ગાંધીને સલાહ આપી છે કે તેઓ કેટલીક જગ્યાઓએ પદયાત્રા કરવાથી બચે અને આ સમયે તેઓ કારનો ઉપયોગ કરે.
કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે કાશ્મીર પહોંચી રહી છે ત્યારે સુરક્ષા એજન્સીઓએ રાહુલ ગાંધીને એલર્ટ કર્યા છે. સુરક્ષા એજન્સીઓએ રાહુલ ગાંધીને કેટલીક જગ્યાઓ પર પદયાત્રા ન કરવા સલાહ આપી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એક સુરક્ષા અધિકારીએ જણાવ્યુ કે, રાહુલ ગાંધીને સુરક્ષિત રાખવા માટે વિગતવાર યોજના બનાવાઈ છે. એજન્સીઓએ રાહુલ ગાંધીને સલાહ આપી છે કે તેઓ કેટલીક જગ્યાઓએ પદયાત્રા કરવાથી બચે અને આ સમયે તેઓ કારનો ઉપયોગ કરે. અધિકારી અનુસાર, હાલ વ્યાપક સુરક્ષાની સમીક્ષા કરાઈ રહી છે. આમાં રાત્રી રોકાણને લઈને વિગતે કામ કરાઈ રહ્યું છે.
રાહુલ ગાંધી 25 જાન્યુઆરીએ બનિહાલ પહોંચશે અને રાષ્ટ્રિય ધ્વજ ફરકાવશે. ત્યારબાદ 27 જાન્યુઆરીએ અનંકનાગ થઈને શ્રીનગરમાં પ્રવેશ કરશે. અધિકારી અનુસાર, રાહુલ ગાંધી કાશ્મીરમાં રસ્તામાં રાષ્ટ્રિય ધ્વજ ફરકાવશે.
સામે આવી રહેલી વિગતો અનુસાર, સુરક્ષા એજન્સીઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી શ્રીનગરમાં થોડા લોકો સાથે યાત્રા કરે. યોજના મુજબ રાહુલ 19 જાન્યુઆરીએ લખનપુરમાં પ્રવેશ કરશે અને ત્યાં એક રાત્રિ રોકાણ કર્યા પછી બીજા દિવસે સવારે કઠુઆ હાટલી મોર તરફ આગળ વધશે. ત્યારબાદ યાત્રા પછી ચડવાલમાં રાત્રિ રોકાણ કરશે.












Click it and Unblock the Notifications
