For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં મચી તબાહી, 3ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

cloud-burst-in-utarakhand
ટીહરી, 31 જુલાઇ: ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાને આતંક વરસાવ્યો છે. આ વખતે વાદળ ફાટવાના સમાચાર છે. ટિહરી જિલ્લાની ઘંસાલી તાલુકામાં વાદળ ફાટતાં 3 લોકોના મોત નિપજ્યાં છે અને ઘણા લોકો ગુમ થયા હોવાની આશંકા છે.

તાલુકાના નૌટારા ગામ પર આ આતંક બુધવારે રાત્રે વરસ્યો જ્યારે આખુ ગામ સુતું હતું. વરસાદ તો ગત બે દિવસોથી સતત વરસી રહ્યો હતો, પરંતુ અચાનક વાદળ ફાટતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે અને ઘણા મકાનો ઢળી પડ્યાં છે. વરસાદના પાણીની સાથે ભેખડો પણ તૂટી ગઇ.

જિલ્લાધિકારી યુગલ કિશોર પંતે જણાવ્યું કે રાહત તથા બચાવ કાર્ય ચાલુ છે અને ગુમ લોકોને શોધવા માટે ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. બે મકાનો તો પૂરી રીતે બરબાદ થઇ ગયા. તો બીજી તરફ મકાનોમાં તિરોડો પડી ગઇ. પંતે જણાવ્યું હતું કે પોલીસ ફોર્સ અને નેચરલ ડિઝાસ્ટરની ટીમો ગુરૂવારે સવાર સુધી ટિહરી પહોંચી ગઇ છે. મૃતકોની સંખ્યા વધવાની સંખ્યા આશંકા પણ હોઇ શકે છે.

ઉત્તરકાશી, ચંપાવત, નૈનીતાલ, ચમોલીમાં એલર્ટ

ભારે વરસાદના કારણ ઉત્તરાખંડમાં શનિવારે એક ભૂસ્ખલનની ઘટના ઘટી હતી, જેમાં પાંચ લોકોના મોત નિપજ્યાં હતા. હવામાન વિભાગે સોમવારે જ એલર્ટ જાહેર કરી દિધું હતું. રાજ્યના નૈનીતાલ, ચમોલી, ચંપાવત, ઉત્તરકાશી અને રાજધાની દેહરાદુન સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કરી દિધું છે.

ઉત્તરાખંડના ઘારચુલા વિસ્તારના પાંગલામાં શનિવારથી થઇ રહેલી વરસાદના કારણે રવિવારે થયેલા ભૂસ્ખલનમાં એક પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યાં હતા. ભૂસ્ખલનના લીધે કાટમાળમાં ફસાયેલા ત્રણ અન્ય લોકોની હાલત ગંભીર છે, તેમને ઘારચુલાના એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

English summary
Three people were killed and many are missing after a cloudburst in Tehri district of Uttarakhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X