For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ ત્રણ રાફેલ વિમાન ભારત પહોંચશે, કુલ સંખ્યા 29 થશે!

ભારતીય વાયુસેનાના કાફલામાં વધુ 3 રાફેલ લડાકુ વિમાનોની એન્ટ્રી બુધવારે થશે. ત્રણ રાફેલ લડાકુ વિમાનો ફ્રેન્ચ એરબેઝથી ભારત માટે રવાના થયા છે અને બુધવારે મોડી રાત્રે ભારત પહોંચશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ઓક્ટોબર : ભારતીય વાયુસેનાના કાફલામાં વધુ 3 રાફેલ લડાકુ વિમાનોની એન્ટ્રી બુધવારે થશે. ત્રણ રાફેલ લડાકુ વિમાનો ફ્રેન્ચ એરબેઝથી ભારત માટે રવાના થયા છે અને બુધવારે મોડી રાત્રે ભારત પહોંચશે. તમને જણાવી દઈએ કે આ વિમાનોનું લેન્ડિંગ ગુજરાતના જામનગરમાં થશે.

Rafale

તમને જણાવી દઈએ કે હવે ભારત પાસે રાફેલ ફાઈટર જેટની કુલ સંખ્યા 29 થશે. 7 ફાઈટર પ્લેન આવવાના બાકી છે. ભારત સરકારે સપ્ટેમ્બર 2016 માં ફ્રેન્ચ સરકાર સાથે 36 રાફેલ ફાઇટર જેટ માટે સોદો કર્યો હતો. કરાર પર ભારતીય વાયુસેનાના ઇમરજન્સી ઓર્ડર હેઠળ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે રાફેલ વિમાનો દ્વારા ભારતને ઉત્તરીય સરહદ અને પૂર્વીય સરહદ પર આ અત્યંત સક્ષમ વિમાનોની નોંધપાત્ર સંખ્યાને વધારવા વિકલ્પો મળશે. તમને જણાવી દઈએ કે રાફેલ ફાઈટર એરક્રાફ્ટ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં પણ દુશ્મન એરફોર્સની ડિફેન્સ સિસ્ટમ્સને હરાવવા અને પ્રહાર કરવા સક્ષમ છે.

ઉલ્લેખનિય છે કે, ભારતમાં રાફેલ સોદાને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. રાફેલ વિમાનો માટે સોદો થયા બાદ વિપક્ષોએ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટે દખલ કરવી પડી હતી. ત્યારે હવે રાફેલ વિમાન સેનામાં સામેલ થઈ રહ્યાં છે.

English summary
Three more Raphael planes will reach India, bringing the total to 29!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X