For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિકિત્સાના ક્ષેત્રમાં ત્રણ લોકોને સંયુક્ત નોબેલ પુરસ્કાર મળ્યો

ચિકિત્સાના ક્ષેત્રમાં ત્રણ લોકોને સંયુક્ત નોબેલ પુરસ્કાર મળ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોમવારે નોબેલ પુરસ્કારોની ઘોષણાની શરૂઆત થઈ ગઈ છે. ચિકિત્સા ક્ષેત્રે આ વખતે ત્રણ વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં વિલિયમ જી કેલિન, સર પીટર જે રેટક્લિફ અને ગ્રેગ એલ સેમેન્યા સામેલ છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોને ચિકિત્સા ક્ષેત્રે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિકોએ કોષો કેવી રીતે ઑક્સિજનને બાળી નાખે છે તે મુશ્કેલ શોધને દુનિયા સામે રાખી. વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં આ વાતની જાણકારી આપી છે કે કોષો કેવી રીતે ઑક્સીજનને બાળી શરીરને ઉર્જા પ્રેદાન કરે છે, જેનાથી શરીરમાં નવી કોશિકાઓનું નિર્માણ થાય છે.

nobel price

જણાવી દઈએ કે વિલિયમ જી કેલિન જૂનિયર જેમનો જન્મ 1957માં અમેરિકાના ન્યૂયોર્કમાં થયો હતો, તેમણે ડ્યૂક યૂનિવર્સિટીથી એમડીની ડિગ્રી પ્રાપ્ત કરી અને જૉન હૉપકિંસ યૂનિવર્સિટી અને બોસ્ટનના દાના ફોર્બર કેન્સર ઈન્સ્ટીટ્યૂટથી વિશેષ પ્રશિક્ષણ હાંસલ કર્યું હતું. જ્યારે સર પીટર જે રૈટક્લિફનો જન્મ 1956 માં થયો હતો તેઓ પણ ન્યૂયોર્કના જ રહેવાસી છે. તેમણે હાવર્ડ યૂનિવર્સિટીથી બાયોલૉજીમાં બીએ કર્યું અને પછી પેન્સિલવેનિયા યૂનિવર્સિટીથી એમડીનો અભ્યાસ કર્યો. જણાવી દઈએ કે નોબેલ પુરસ્કારમાં સઢા ચાર કરોડ રૂપિયા રોકડા અને 23 કેરેટ સોનાથી બનેલ 200 ગ્રામનું પદક આપવામાં આવે છે. આ ઉપરાંત વિજેતાઓને એક પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવે છે.

નોબેલ પુરસ્કારને દુનિયાનું સર્વૌચ્ચ સન્માન માનવામાં આવે છે. ચિકિત્સા સિવાય આજે ભૌતિક ક્ષેત્રમાં નવી શોધ કરનાર વૈજ્ઞાનિકોને પણ નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. જેની ઘોષણા આજે થશે. તમામ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવાની ઘોષણા 14 ઓક્ટોબર સુધી ચાલશે. સ્વીડિશ એકેડમી વર્ષ 2018 અને 2019ના સાહિત્ય નોબેલ પુરસ્કારોનું પણ એલાન કરશે. જણાવી દઈએ કે પાછલા વર્ષે જેવી રીતે યૌન ઉત્પીડનના મામલા સામે આવ્યા હતા, તે કારણે સાહિત્યમાં નોબેલ પુરસ્કારોને સ્થગિત કરવામાં આવ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરઃ અવંતીપોરમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યાજમ્મુ અને કાશ્મીરઃ અવંતીપોરમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા

English summary
Three people received a joint Nobel Prize in the field of medicine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X