હિરોઈન બનવા માટે મુંબઈ ગઈ ત્રણ બહેનો, આવો હાલ થયો
રાજસ્થાનના સીકર જિલ્લાથી લાપતા ત્રણ બહેનો ભોપાલ રેલવે સ્ટેશન પાસે ફરતી જોવા મળી. પોલીસ પૂછપરછમાં તેમને પોતાના લાપતા થવા અને પાછા મળવાની કહાની જણાવી
રાજસ્થાનના સીકર જિલ્લાથી લાપતા ત્રણ બહેનો ભોપાલ રેલવે સ્ટેશન પાસે ફરતી જોવા મળી. પોલીસ પૂછપરછમાં તેમને પોતાના લાપતા થવા અને પાછા મળવાની કહાની જણાવી, જે સાંભળીને પોલીસ પણ હેરાન થઇ ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર બે યુવતીઓ સગી બહેનો અને એક તેમની પિતરાઈ બહેન છે. સગી બંને બહેનો સીકર અને પિતરાઈ બહેન ધોધમાં અભ્યાસ કરે છે. ત્રણે ભુવાલ ગામની રહેવાસી છે.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે એક વર્ષ પહેલા તેમને હિરોઈન બનાવવા માટે તેમના પિતા જાતે તેમને મુંબઈ લઈને આવ્યા હતા. ત્યાં તેમને ઘણા ફિલ્મ સ્ટુડીઓમાં ફોટોશૂટ કરાવ્યું અને ઇન્ટરવ્યૂ પણ આપ્યું. ઘણા દિવસ સુધી ત્યાં કોઈ સારો રોલ નહીં મળવાને કારણે તેઓ પાછા સીકર આવી ગયા.
અહીં આવીને તેમને અભ્યાસ શરુ કરી દીધો. આ વખતે ઉનાળાની રજામાં ત્રણેએ ફરી મુંબઈ આવીને ભાગ્ય અજમાવવાની કોશિશ કરી અને થોડા દિવસ પહેલા જ પરિવારને કઈ પણ કહ્યા વિના નીકળી ગયા. ડીએસપી ગ્રામીણ કમલ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પરિજનોએ ઘણી શોધ કર્યા પછી સીકરમાં તેમના ગાયબ થવાની રિપોર્ટ લખાવી.
સીકરથી જયપુર જતા તેઓ ટ્રેનથી મુંબઈ પહોંચ્યા. ત્યાંથી ફોટોશૂટ અને ઇન્ટરવ્યૂ આપીને પાછી આવી રહી હતી પરંતુ તેઓ જયપુરને બદલે ભોપાલ પહોંચી ગયા. ભોપાલ રેલવે સ્ટેશન પર પોલીસે શંકાના આધારે તેમને પકડી લીધા. પૂછપરછમાં તેમને પોતાને સીકરના જણાવ્યા. ભોપાલ પોલીસે સીકર પોલીસ સાથે સંપર્ક કર્યો, ત્યારે આખી કહાની બહાર આવી ગઈ. તેના પર સીકર પોલીસ મોડી રાત્રે પરિજનો સાથે ભોપાલ પહોંચીને ત્રણે બહેનોને ઘરે લાવી.












Click it and Unblock the Notifications
