For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વંદે ભારત એક્સપ્રેસ પર વધુ એક વખત પથ્થરમારો, જાણો હવે ક્યાં બની ઘટના?

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના મેન્ટેનન્સ દરમિયાન પથ્થરમારો થયો છે. પથ્થરમારાને કારણે બારીના કાચ તૂટ્યા છે અને તંત્ર તપાસ કરી રહ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વંદે ભારત ટ્રેન પર ફરીથી પથ્થરમારાની ઘટના સામે આવી છે. હાલમાં જ પશ્ચિમ બંગાળમાં ટ્રેન પર પથ્થરમારો થયા બાદ હવે ફરીથી નવી ઘટના સામે આવી છે. મળી રહેલી વિગતો અનુસાર આ ઘટના આધ્રપ્રદેશમાં બની છે.

Vande Bharat Express

વંદે ભારત ટ્રેન છેલ્લા કેટલાક દિવસોથી સતત અસામાજીક તત્વોની નજરે ચડી છે. એક પછી એક પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે. મળી રહેલી વિગતો અનુસાર આ ઘટના આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસે કાંચરાપલેમમાં બની છે. સૌથી મોટી વાત એ છે કે આ ટ્રેનના મેન્ટેનન્સ વખતે આ ઘટના ઘટી છે અને પીએમ મોદી તેને 19 જાન્યુઆરીએ લીલી ઝંડી દેખાડવાના છે.

એએનઆઈના અહેવાલ અનુસાર, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના મેન્ટેનન્સ દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાને કારણે બારીના કાચ તૂટી ગયા હતા. આ બાબતે તંત્ર તપાસ કરી રહ્યું છે.

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા 3 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસમાં પથ્થરમારો થયો હતો. આ ટ્રેન દાર્જિલિંગ જિલ્લાના ફાંસીદેવા વિસ્તારથી ન્યૂ જલપાઈગુડી તરફ જઈ રહી હતી. આ દરમિયાન કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કરીને બારીના કાચ તોડ્યા હતા.

English summary
Throw stones at Vande Bharat Express one more time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X