ક્યાંક મનામણા તો ક્યાંક 2014ની વ્યૂહરચના

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો લખનઉમાં અમિત શાહે પાર્ટીના ટોચના નેતા સાથે બેઠક કરી હતી. તો નવી દિલ્હી અને બિહારમાં ભાજપ-જેડીયુના ગઠબંધનને બચાવવામાં માટેને પ્રયાસો કરવામં આવી રહ્યાં છે. બીજી તરફ ગ્લેમરની વાત કરવામાં આવે તો બોલિવુડ અભિનેત્રી કવિતા વર્મા દ્વારા હોટ ફોટોશૂટ કરાવવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

ઉપહાર ફાયર ટ્રેજેડી

ઉપહાર ફાયર ટ્રેજેડી

નવી દિલ્હીમાં 16મી એનિવર્સરી નિમિત્તે ઉપહાર ફાયર ટ્રેજેડીના પીડિતોને તેમના પરિવારો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

લખનઉમાં અમિત શાહની મહત્વની બેઠક

લખનઉમાં અમિત શાહની મહત્વની બેઠક

યુપી ભાજપ ઇન્ચાર્જ અમિત શાહે પક્ષના નેતા કલરાજ મિશ્રા સાથે લખનઉમાં બેઠક કરી હતી.

આર્થિક સુધારો વનડે મેચ નથી

આર્થિક સુધારો વનડે મેચ નથી

નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમબરમે જણાવ્યું હતું કે, આર્થિક સુધારો એ કોઇ વનડે મેચ નથી કે જેમાં દરેક બોલ પર વિકેટ મળે અથવા તો છગ્ગો લાગે.

રિસાયેલાઓને મનાવવા પ્રયાસ

રિસાયેલાઓને મનાવવા પ્રયાસ

નવી દિલ્હી ખાતે એનડીએ કનવેનર અને જેડીયુ પ્રમુખ શરદ યાદવ સાથે ભાજપના નેતા મુક્તાર અબ્બાસ નકવીએ બેઠક યોજી હતી.

હોટ ફોટોશૂટ

હોટ ફોટોશૂટ

મુંબઇમાં બોલિવુડ અભિનેત્રી કવિતા વર્મા દ્વારા હોટ ફોટોશૂટ કરાવવામાં આવ્યું હતું.

પ્રી મોનસૂન ક્રાઉડ

પ્રી મોનસૂન ક્રાઉડ

નવી દિલ્હીમાં રાજપથ નજીક આકાશમાં પ્રી મોનસૂન વાદળો છવાયા હતા.

જામીન બાદ ઘર આંગણે અંકિત

જામીન બાદ ઘર આંગણે અંકિત

આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના આરોપ બાદ જેલમાંથી જામીન પર છૂટેલા અંકિત મોદીએ ઘરની બહાર મીડિયાને સંબોધ્યું હતું.

ગેંગરેપ સામે વિરોધ

ગેંગરેપ સામે વિરોધ

કોલકતામાં 20 વર્ષિય યુવતીની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો

વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો

હૈદરાબાદમાં ઓસમાનિયા યુનિવર્સિટી કેમ્પસમાં પ્રો તેલંગણા વિરોધ દરમિયાન પથ્થરમારો કરી રહેલા વિદ્યાર્થીઓ.

બેંગ્લોરમાં સન્માન

બેંગ્લોરમાં સન્માન

બેંગ્લોરમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવનું સન્માન કરવામાં આવ્યું હતું.

બોર્ડ ટૂર

બોર્ડ ટૂર

ઇંગ્લેન્ડના સાઉથમોપ્ટનમાં નવી રોયલ પ્રિન્સેસ ક્રુઝ લાઇરની ગાલા સેરેમની દરમિયાન કેપ્ટન ટોની દ્રાપર સાથે બોર્ડ ટૂર કરી રહેલા બ્રિટનના ડચેસ કેમ્બ્રિઝ.

બિહારમાં બેઠક

બિહારમાં બેઠક

બિહાર ખાતે એક બેઠક મળી હતી જેમાં એનડીએ સ્ટેટ કનવેનર નંદ કિશોર યાદવ, બિહારના ઉપમુખ્યમંત્રી સુશિલ કુમાર મોદી અને ભાજપ બિહારના પ્રમુખ મંગલ પાંડેય હાજર રહ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X