ચીની PMના વિરોધમાં પેટ્રોલ પંપ પર ચડ્યો તિબ્બતી!
નવી દિલ્હી, 20 મે : ચીનના પ્રધાનમંત્રી લી ક્વિંગને ભારતયાત્રા દરમિયાન દિલ્હીમાં તમામ સુરક્ષાઓની વચ્ચે પણ તિબ્બત સમર્થકોનો વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો. ચાણક્યપૂરીમાં સોમવારે સવારે ક્વિંગની યાત્રાનો વિરોધમાં એક તિબ્બતી યુવક પેટ્રોલ પંપ પર ચડીને સૂત્રોચ્ચાર કરવામાં સફળ રહ્યો. ઉલ્લેખનીય છે કે ચાણક્યપૂરી વીઆઇપી વિસ્તાર છે અને અત્રે ઘણા દેશોના દૂતાવાસ પણ છે.
સોમવારે સવારે કડક સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપી કેટલાંક તિબ્બતી યુવક ચાણક્યપૂરી વિસ્તારમાં પહોંચી ગયા. આમાંથી એક યુવક પેટ્રોલ પંપની છત પર ચડી ગયો અને 'ફ્રી તિબ્બત'ના સૂત્રોચ્ચાર કરવા લાગ્યો. તેમજ બાકીના પ્રદર્શનકારીઓ નીચે રહીને જ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. યુવકોના હાથમાં 'ફ્રી તિબ્બત' લખેલું બેનર હતું.
પોલીસે તુરંત આવીને આ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી. અત્રે ઉલ્લેખનીય છે કે ચીનના પ્રધાનમંત્રીની યાત્રા દરમિયાન તિબ્બત સમર્થકોના વિરોધ પ્રદર્શનોની આશંકાને ધ્યાનમાં રાખતા ચાર મેટ્રો સ્ટેશન સોમવારે સવારે બે કલાક બંધ રાખવામાં આવ્યા હતા. રેસ કોર્સ, ઉધ્યોગ ભવન, કેન્દ્રીય સચિવાલય અને ખાન માર્કેટ સ્ટેશન સવારે 8થી 10 વાગ્યા સુધી બંધ રહ્યા. આ બધાની વચ્ચે પણ તિબ્બત સમર્થકો પ્રદર્શન કરવામાં સફળ રહ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે રવિવારે ચીની પ્રધાનમંત્રી આવવાના હતા ત્યારથી તિબ્બત સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવાયો હતો. જેમાં શિવસેનાના કાર્યકરોએ પણ રવિવારે જંતરમંતર ખાતે ચીની પ્રધાનમંત્રીનું પૂતળુ બાળીને તેમના ભારત પ્રવાસનો વિરોધ નોંધાવ્યો હતો. જુઓ તસવીરો...

વિરોધની વચ્ચે ચીની પ્રધાનમંત્રીનો ભારત પ્રવાસ

Click it and Unblock the Notifications