ઠાકરેના મૃત્યુને પગલે મુંબઇમાં 20000 પોલીસ જવાનો તૈનાત

maharashtra-police
મુંબઇ, 18 નવેમ્બર : શિવસેના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેના શનિવારે થયેલા અવસાન બાદ રવિવારે તેમની અંતિમ દર્શન યાત્રાને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માત્ર મુંબઇમાં જ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 20,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર પોલીસ હેડક્વાર્ટરના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર "સમગ્ર મહારાષ્ટ્રમાં પોલીસ એલર્ટ આપવામાં આવ્યું છે. ઠાકરેની અંતિમ યાત્રામાં અંદાજે 19 લાખ સમર્થકો અને ચાહકો આવશે. તેને ધ્યાનમાં રાખીને મુંબઇમાં 20,000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 15 કંપનીઓ, રેપિડ એક્શન ફોર્સની 3 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે."

સવારે 7 વાગે શરૂ થયેલી અંતિમ યાત્રાને ધ્યાનમાં રાખીને દાદરમાં આવેલા સેના ભવન, બાન્દ્રામાં આવેલા માતોશ્રી અને શિવાજી પાર્ક ખાતે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X