TikTok સેલિબ્રિટી મોહિત મોરની દિલ્હીમાં ગોળી મારીને હત્યા
ટિક્ટોક ઘ્વારા સોશ્યિલ મીડિયા સ્ટાર બનેલા મોહિત મોર નામના યુવકની મંગળવારે હત્યા કરી દેવામાં આવી છે.
ટિક્ટોક ઘ્વારા સોશ્યિલ મીડિયા સ્ટાર બનેલા મોહિત મોર નામના યુવકની મંગળવારે હત્યા કરી દેવામાં આવી છે. મોહિતને ત્રણ અજ્ઞાત લોકોએ ગાડી મારી દીધી છે. 24 વર્ષના મોહિતને ફિટ રહેવાનું પસંદ હતું અને તે તેની સાથે જોડાયેલા વીડિયો પણ શેર કરતો હતો. ટિક્ટોક પર મોહિતની લગભગ 5 લાખ જેટલી ફેન ફોલોવિંગ હતી. નજફગઢના એક જીમમાં જતો, મોહિત સાંજે 5 વાગ્યે એક મિત્રને મળવા માટે નજીકની દુકાન પર ગયો હતો. અહીં તેની હત્યા કરી દેવામાં આવી હતી.

મોહિતની છાતીમાં 13 ગોળીઓ મારી
એક વરિષ્ઠ પોલીસ અધિકારી ઘ્વારા ન્યુઝ એજેન્સી આઇએએનએસ ને જણાવવામાં આવ્યું કે મોહિત દુકાનના સોફા પર બેઠો હતો, ત્યારે બાઈકથી પહોંચેલા ત્રણ લોકો દુકાનમાં ઘુસ્યા અને મોહિત પર સતત ગોળીઓ ચલાવવા લાગ્યા. 13 ગોળીઓ તેની છાતીમાં મારવામાં આવી. આરોપીઓ ભાગતા સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયા. ત્રણમાંથી 2 આરોપીઓએ હેલ્મેટ પહેરી રાખ્યું હતું. જયારે એક વ્યક્તિનો ચહેરો સીસીટીવીમાં સાફ જોવા મળી રહ્યો છે.

હોસ્પિટલમાં મોહિતને મૃત જાહેર કરવામાં આવ્યો
દુકાનમાં ઘૂસીને મોહિત પર ગોળીઓ ચલાવનાર વ્યક્તિઓ ત્યાંથી ભાગી ગયા, જયારે મોહિત સોફા પર જ ઠાર થયો. મોહિત પર ગોળીઓ ચલાવવામાં આવી ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હતો. મોહિતને જલ્દી જલ્દી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

પૈસા અને અંગત દુશ્મનીનો મામલો
પોલીસ મોહિતના ટિક્ટોક કમેન્ટ અને તેના કોલ ડિટેલની તપાસ કરી રહી છે. પહેલી નજરમાં આ મામલો પૈસા અને અંગત દુશ્મનીનો દેખાઈ રહ્યો છે. પોલીસે આઇપીસી ધારાઓ હેઠળ મામલો નોંધી લીધો છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે. મોહિતના પરિવારનો ખબર સાંભળ્યા પછી ખુબ જ ખરાબ હાલ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
