Omicron: અત્યાર સુધી ભારતમાં ઓમિક્રોનના કેટલા કેસ આવ્યા?
Omicron: અત્યાર સુધી ભારતમાં ઓમિક્રોનના કેટલા કેસ આવ્યા?
કોરોનાવાયરસનું ઓમિક્રોન વેરિયન્ટ હવે ભારતમાં પગ પસારો કરી રહ્યું છે. એક પછી એક ભારતમાં ઓમિક્રોનના 5 મામલા સામે આવી ચૂક્યા છે. શનિવારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઓમિક્રોનના એક-એક વ્યક્તિ સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ. જામનગર જિલ્લામાં 72 વર્ષના એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું છે. તેઓ 28 નવેમ્બરે ઝિમ્બાબ્વેથી જામનગર આવ્યા હતા. ગુજરાતના સ્વાસ્થ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરેએ આ વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ વૃદ્ધ 2 ડિસેમ્બરે કોરોના સંક્રમિત મળી આવ્યા હતા, જે બાદ તેમના નમૂનાની જીનોમ સીક્વેંસિંગ કરવામાં આવી હતી.

સરકારી હોસ્પિટલે દાખલ કરાવાયા
જામનગરના શહેર કમિશ્નર વિજય કુમાર ખરાડીએ જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ પાછલા કેટલાય વર્ષોથી ઝિમ્બાબ્વેમાં રહી રહ્યા હતા. તેઓ પોતાના સંબંધીને મળવા માટે જામનગર આવ્યા હતા. તેમને ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની જિલ્લા પ્રશાસને તલાશ શરૂ કરી દીધી છે.

કલ્યાણ ડોમ્બિવલીમાં દર્દી મળી આવ્યો
મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી નગરપાલિકા ક્ષેત્રમાં 33 વર્ષીય એક યુવક પણ આ વેરિયન્ટથી સંક્રમિત મળી આવ્યો છે. આ યુવક 23 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દુબઈ અને દિલ્હી થઈ મુંબઈ પહોંચ્યો હતો. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ યુવક ચાર લોકો સાથે આવ્યો હતો, તેઓ તમામ સાથે સંપર્ક કરવાની કોશિશ થઈ રહી છે. ચારેય લોકોના આરટી-પીસીઆર રિપોર્ટ કરાવવામાં આવશે.

કેરળમાં બ્રિટેનથી આવેલો વ્યક્તિ સંક્રમિત
કેરળમાં પણ બ્રિટેનથી 21 નવેમ્બરે આવેલ એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યો છે. કોઝિકોડમાં આ કેસ મળ્યો છે અને સંક્રમિતની જીનોમ સીક્વેંસિંગ કરાવવામાં આવી રહી છે.

બીએમસી સખ્ત
મુંબઈમાં ઓમિક્રોનનો દેશનો ચોથો મામલો સામે આવ્યા બાદ બૃહદમુંબઈ નગરપાલિકા પરિષદ (BMC)એ જોખમ વાળા દશોથી આવતા યાત્રિઓ માટે સાત દિવસના હોમ ક્વોરેન્ટાઈનને ફરજીયાત કરી દીધું છે. હોમ ક્વોરેન્ટાઈન દરમિયાન બીએમસીના કર્મચારી દિવસમાં પાંચ વખત ફોન કરી યાત્રીના સ્વાસ્થ્યની જાણકારી લેશે.

દિલ્હીથી મળ્યો ઓમિક્રોનનો પાંચમો કેસ
દિલ્હીમાંથી મળેલો ઓમિક્રોનનો દર્દી ભારતનો પાંચમો કેસ છે. તાંઝાનિયાથી દિલ્હી આવેલા આ શખ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે બાદ તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું, "દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો મામલો સામે આવ્યો છે. દર્દી એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે અને તે હાલમાં જ તાંઝાનિયાથી પરત ફર્યો હતો. વિદેશથી આવેલા કુલ 17 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે અને તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે."












Click it and Unblock the Notifications
