ટીપુ સુલ્તાન વિવાદ: AAP કહ્યું RSSમાં કોઇ સ્વતંત્રતા સેનાની હોય તો કહો

Written By:
Subscribe to Oneindia News

ગણતંત્ર દિવસના અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં 70 ચિત્રોનું અનાવરણ કર્યું. જેને લઇને હવે વિવાદ થઇ ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ ટીપૂ સુલ્તાનના ફોટોને લઇને વિધાનસભામાં ચિત્ર લાગે તે વાત પસંદ નથી આવી. ત્યાં જ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ ચિત્રોમાં ભારત નિર્માણ કરનાર અને સ્વતંત્રતા સેનાનીઓના ફોટા અને તેમનું વર્ણન છે. ટીપુ સુલ્તાનના ફોટોને લઇને ભાજપનું કહેવું છે કે વિવાદિત વ્યક્તિનો ફોટો ના લગાવવો જોઇએ. આ મામલે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યું કે ભાજપ દરેક મુદ્દાને વિવાદિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્પીકરે કહ્યું કે આપણા સંવિધાનના 144માં પાન પર પણ ટીપુ સુલ્તાનનું ચિત્ર છે.

Tipu

વધુમાં અંગ્રેજી છાપાથી વાતચીત કરતા ભારતીય જનતા પાર્ટી વિધાયકનું કહેવું છે કે તે લોકોના ચિત્રો લગાવવા જોઇએ જેમણએ દિલ્હી અને તેના ઇતિહાસમાં કોઇ ભૂમિકા ભજવી હોય નહીં કે તે લોકોના જેમના પર વિવાદ ચાલી રહ્યો હોય અને તે દિલ્હીના ના હોય. નોંધનીય છે કે દિલ્હી વિધાનસભામાં સ્વંતત્રતા સેનાની અશફાકુલ્લા ખાન, ભગત સિંહ, બિરસા મુંડા, રાની ચેન્નમા, સુભાષ ચંદ્ર બોઝ સમેત 70 હસ્તીઓના ફોટા લગાવવામાં આવ્યા છે. આ વિવાદ પર આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હી વિધાનસભામાં પોસ્ટર લગાવવા પહેલા અમે ભારતીય જનતા પાર્ટી અને તેમના વિધાયકોને પુછ્યું હતું કે તે તેમની પાર્ટી કે આરએસએસના લોકોનું નામ કહે જેમણે સ્વતંત્રતા સંધર્ષમાં કામ કર્યું હોય. પણ ભાજપ કોઇ નામ નહતા આપ્યા.

English summary
Tipu Sultan: AAP says suggest freedom fighter from RSS.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.