TMC Candidates List 2024 : ટીએમસીનું ઉમેદવારોનું લિસ્ટ જાહેર, ઘણા મોટા માથા મેદાનમાં

તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે 42 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. TMCની આ યાદીમાં પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાને ફરીથી ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે.

આ સિવાય પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ અને યુસુફ પઠાણ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ટીએમસીની યાદીમાં મહુઆ મોઈત્રા ઉપરાંત પાર્ટીએ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમી ચૂકેલા યુસુફ પઠાણ પર પણ દાવ લગાવ્યો છે.

TMC

આ સિવાય અભિનયની દુનિયામાંથી રાજકારણમાં આવેલા શત્રુઘ્ન સિન્હાને પણ તક આપવામાં આવી છે. શત્રુઘ્ન સિંહા આસનસોલ સીટથી વર્તમાન સાંસદ પણ છે.

ટીએમસીએ જે સીટો માટે નામોની જાહેરાત કરી છે તેમાં ઘણા મોટા નામો સામેલ છે. પાર્ટીએ બેરકપુર સીટ પરથી અર્જુન સિંહની ટિકિટ કાપી છે. પાર્ટીએ નુસરત જહાંની ટિકિટ કાપી છે.

હાજી નુરુલ ઈસ્લામને નુસરત જહાંની લોકસભા સીટ બસીરહાટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સાથે જ પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદને પણ બર્ધમાન-દુર્ગાપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X