For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીના ભાષણમાં ઉત્તર કોરિયાના તાનાશાહની ઝલકઃ TMC સાંસદ

PM મોદીના ભાષણમાં ઉત્તર કોરિયાના તાનાશાહની ઝલકઃ TMC સાંસદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ અને દેશમાં ચાલી રહેલ લૉકડાઉન વચ્ચે પીએમ મોદીએ મહાપેકેજની ઘોષણા કરી છે. પીએમ મોદી જ્યારે પાંચમી વાર જનતાને સંબોધિત કરતા આ્યા તો સૌને લાગ્યું કે પીએમ ફરી એકવારથી લૉકડાઉન વધારવાનું એલાન કરશે. પીએમે પોતાના સંબોધનમાં લૉકડાઉન 4નું એલાન કર્યું, પરંતુ સાથે જ 20 લાખ કરોડના મહા પેકેજની ઘોષણા કરી. પીએમ મોદી દ્વારા કરવામાં આવેલ સ્પેશિયલ આર્થિક પેકેજના એલાન બાદ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ તંજ કસતા તેમની સરખામણી ઉત્તર કોરિયાના પૂર્વ તાનાશાહ સાથે કરી દીધી.

ટીએમસી સાસદે પીએમ પર તંજ કસ્યો

ટીએમસી સાસદે પીએમ પર તંજ કસ્યો

ટીએણસી સાંસદ મહુઆ મોઈત્રાએ પીએમ મોદીના સંબોધન પર તંજ કસતા કહ્યું કે પીએણના ભાષણમાં ઉત્તર કોરિયાના પૂર્વ તાનાશાહ કિમ જોંગ ઈલની ઝલક દેખાય છે. તેમણે પીએમ મોદીના સંબોધન પર તીખી ટિપ્પણી કરતા ટ્વિટર પર લખ્યું કે આદરણીય પીએમ મોદીનું સંબોધન સાંભળી રહી છું. તેમના સંબોધનમાં મને ઉત્તર કોરિયાના પૂર્વ તાનાશાહ કિમ જોંગ ઈલની ઝલક જોવા મળી રહી છે. પીએમના સંબોધનમાં મને પૂર્વ તાનાશાહ કિમ જોંગ ઈલની વિચારધારા Jucheની યાદ આવી રહી છે.

નોર્થ કોરિયાના આ તાનાશાહ સાથે સરખામણી કરી

નોર્થ કોરિયાના આ તાનાશાહ સાથે સરખામણી કરી

તેમણે Juche શબ્દનો મતલબ પણ જણાવ્યો અને તે વિશે લખ્યું કે Juche શબ્દનો મતલબ નોર્થ કોરિયાની કોર વિચારધારા સાથે છે, જેનો અર્થ થાય છે એક દેશના રૂપમાં ઉત્તર કોરિયાને અલગ અને બાકીના વિશ્વથી અલગ હોવું જોઈએ. આ વિચારધારાનો મતલબ છેકે દેશને એક દેવતા સમાન નેતા પર નિર્ભર થવું જોઈએ. જણાવી દઈએ કે કિમ જોંગ ઈલ નોર્થ કોરિયાના હાલના તાનાશાહ કિમ જોંગ ઉનના પિતા હતા અને તેઓ નોર્થ કોરિયાના મોટા નેતામાના એક હતા.

વિવાદો સાથે સંબંધ

વિવાદો સાથે સંબંધ

જણાવી દઈએ કે મહુઆ મોઈત્રા હંમેશા વિવાદોમાં ઘારાયેલી રહે છે. અગાઉ તે એનઆરઆઈ ડૉક્ટરો પર વિવાદિત નિવેદન આપીફસાઈ ચૂકી છે. તેમણે NRI ડૉક્ટરો દ્વારા પશ્ચિમ બંગાળને લખેલ તર્કને લઈ ડૉક્ટર પર જસવાલ ઉઠાવી દીધા છે. જેબાદ તેની બહુ આલોચના થઈ. મહુઆ મોઈત્રાએ હાલમાં જ સુપ્રીમ કોર્ટ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટના વલણથી નારાજગી વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું કે સુપ્રીમ કોર્ટ ઘરમાં દારૂ પહોંચાડવાના મુદ્દે સંવેદનશીલ છે, પરંતુ મજૂરોને લઈ તે અરજી નથી સાંભળતું. મહુઆ પર ભાષણ ચોરીનો પણ આરોપ લાગી ચૂક્યો છે.

20 લાખ કરોડું મહાપેકેજઃ 4 L પર ફોકસ, નાણામંત્રી આજે કરશે મોટી ઘોષણા20 લાખ કરોડું મહાપેકેજઃ 4 L પર ફોકસ, નાણામંત્રી આજે કરશે મોટી ઘોષણા

English summary
Trinamool Congress MP Mahua Moitra found similarities between Modi's call for India's need to be self-reliant economically, and the "juche" ideology of Kim Il-sung, North Korea's first Supreme Leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X