For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે 'ટ્વિટરવાળી માતા'ને મળશે નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 ઓગષ્ટ: 85 વર્ષીય મેરી સિંહ બૈંસ માટે આ પરીકથા સાચી સાબિત થવા જેવું છે. વિદેશમાં વસેલી મેરી સિંહ બૈંસને ચાર પુત્રો છે. અને નરેન્દ્ર મોદીને પોતાના પાંચમા પુત્ર માનનાર મિસેજ બૈંસનું સપનું રવિવારે પુરૂ થશે. જર્મનીથી આવેલી ટ્વિટર પર મળેલી 'મધર મેરી'ને ગુજરાતના મુખ્યમંત્રી હૈદ્રાબાદની રેલીમાં વિશિષ્ટ સ્થાન પણ પ્રદાન કરશે.

વહિવટીતંત્ર બાદ પોતાના ચૂંટણી અભિયાનમાં સોશિયલ મીડિયાનો નરેન્દ્ર મોદી ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. જમીનની સાથે-સાથે સાઇબર સંસારના માધ્યમથી નરેન્દ્ર મોદી પોતાની વાત લોકો પહોંચાડી રહ્યાં છે એટલું જ નહી પરંતુ સીધો સંવાદ અને સંપર્ક બનાવી રહ્યાં છે.

જ્યારે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ સોશિયલ મીડિયા ક્ષેત્રમાં પોતાની પહોંચ મજબૂત બનાવવામાં લાગી છે, ત્યારે નરેન્દ્ર મોદી લોકોના દિલો-દિમાગમાં સ્થાન બનાવવાનું શરૂ કરી લીધું છે.

તેનું તાજુ ઉદાહરણ રવિવારે એટલે કે આજે હૈદ્રાબાદમાં નરેન્દ્ર મોદીની બહુચર્ચિત રેલી છે. ઉત્તરાખંડના પીડિતોની મદદ માટે આ રેલીમાં ભાગ લેનાર લોકોએ પાંચ રૂપિયાની ટિકીટ ખરીદી રહ્યાં છે. દક્ષિણ ભારતના ગઢમાં યોજાઇ રહેલી આ રેલીમાં સામેલ થવા માટે લોકો ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનું ઉદાહરણ છે 85 વર્ષીય મેરિ સિંહ બૈંસ. રવિવારે આ રેલીમાં જેટલા પણ લોકો આવશે, તેમાં નરેન્દ્ર મોદી માટે સૌથી ખાસ હશે મેરી સિંહ બૈંસ. હૈદ્રાબાદમાં જન્મેલી મેરી સિંહનું લગ્ન પહેલાં મેરી બેલ નામ હતું પંજાબના સરદાર મોહન સિંહ બૈંસ સાથે લગ્ન બાદ તે મેરી સિંહ બૈંસ બની ગઇ.

હવે તેમના પતિ આ દુનિયામાં રહ્યાં નથી તેમને ચાર પુત્રો છે જે બધા બહાર રહે છે. મેરી સિંહ બૈંસ હૈદ્રાબાદમાં પોતાની નાની પુત્રી કંવલજીત સાથે રહે છે. મેરી સિંહને ખબર નથી કે કેમ નરેન્દ્ર મોદીમાં પોતાનો પુત્ર દેખાય છે. જ્યારે નરેન્દ્ર મોદીની હૈદ્રાબાદમાં અનોખી રેલી યોજાઇ રહી છે ત્યારે જર્મનીમાં રહેતા પોતાના પુત્ર આર.એસ. બૈંસને નરેન્દ્ર મોદીની રેલીમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. આ મુદ્દે આર.એસ. બૈંસે 7 ઓગષ્ટના રોજ નરેન્દ્ર મોદીને ટિવટર પર સંદેશ મોકલ્યો કે તેમની માતા માટે રેલીની બે ટિકીટની વ્યવસ્થા કરાવી આપે. સાથે જ તેમને લખ્યું હતું કે તેમની માતા નરેન્દ્ર મોદીને પોતાનો પાંચમો પુત્ર માને છે.

સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીની ટીમે તાત્કાલિક આ વાત નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી. નરેન્દ્ર મોદીએ થોડી મિનિટી બાદ બૈંસને જવાબ આપ્યો અને પોતાના સૌભાગ્યશાળી ગણાવતાં જણાવ્યું કે તેમની માતા રેલીમાં આવવા માંગે છે. નરેન્દ્ર મોદીએ તાત્કાલિક આંધ્ર પ્રદેશના ભાજપા અધ્યક્ષ જી. કિશન રેડ્ડીને પણ નિર્દેશ આપ્યા કે તેમને ટિકિટ આપવામાં આવે અને તેમને એવી જગ્યાએ બેસાડવામાં આવે કે જ્યાં તેમની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઇ શકે. મેરી સિંહ બૈંસ પોતાની પુત્રી કંવલજીત સાથે રવિવારે રેલીમાં જશે અને તે એકદમ ખુશ છે. મેરી સિંહ બૈંસે જણાવ્યું હતું કે તેમની ઇચ્છા હતી કે નરેન્દ્ર મોદી સાથે સાક્ષાત મળવાની ઇચ્છા આટલી સરળતા પુરી થશે, એવું ક્યારેય વિચાર્યું ન હતું.

મોદીની ટ્વિટરવાળી મા

મોદીની ટ્વિટરવાળી મા

આ રેલીમાં નરેન્દ્ર મોદીની 'ટ્વિટરવાળી મા' પણ હાજર રહેશે. નરેન્દ્ર મોદીની આ ટ્વિટરવાળી મા છે 85 વર્ષીય મેરી સિંહ બૈંસ. મેરી સિંહ બૈંસ નરેન્દ્ર મોદીને પોતાનો પાંચમો પુત્ર માને છે. હૈદ્રાબાદમાં રેલી યોજાવવાની હોવાની ખબર પડી તો મેરી સિંહે તેમના પુત્રને રેલીમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભાજપ અધ્યક્ષ જી. કિશન રેડ્ડીને આદેશ કર્યો કે મેરી સિંહ બૈંસને ટિકિટ પુરી પાડવામાં આવે અને એવી જગ્યાએ બેસાડવામાં આવે જ્યાં તેમની મુલાકાત થઇ શકે. મેરી સિંહ બૈંસ પોતાની પુત્રી સાથે કંવલજીત સાથે રેલીમાં હાજર રહેશે.

નઇ સોચ નઇ ઉમ્મીદ

નઇ સોચ નઇ ઉમ્મીદ

રેલીની થીમ નઇ સોચ નઇ ઉમ્મીદ રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે અહીંયા મોટા-મોટા હોર્ડિંગમાં ફક્ત મોદી જ છવાયેલા છે.

મેનેજમેન્ટ તથા આઇટી પ્રોફેશનલ

મેનેજમેન્ટ તથા આઇટી પ્રોફેશનલ

નરેન્દ્ર મોદીની આ રેલીમાં આવનાર યુવકોમાં મેનેજમેન્ટ, આઇટી, મેડિકલ, ટેક્નિકલ ફિલ્ડ વગેરે પ્રોફેશનના હશે.

તણાવમાં કોંગ્રેસી

તણાવમાં કોંગ્રેસી

નરેન્દ્ર મોદીની આ રેલીથી કોંગ્રેસના નેતા તણાવમાં જોવા મળી રહ્યાં છે. તણાવનું સૌથી મોટું કારણ છે આંધ્ર પ્રદેશમાં મોદીની લોકપ્રિયતા, કારણ કે તેલંગાણા અલગ કરીને જે વોટરોને તેમને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે, તે મતદારો પાછા ભાજપ તરફ વળી શકે છે.

70 હજારથી વધુ લોકો આવશે

70 હજારથી વધુ લોકો આવશે

આને નરેન્દ્ર મોદીનો પ્રેમ કહીશું કે આ રેલીમાં 70 હજારથી વધુ લોકો ભાગ લઇ રહ્યાં છે. આ એવા લોકો છે જેમને બસમાં ભરીને લાવવામાં આવ્યા નથી, આ લોકો આંધ્ર પ્રદેશના યુવાનો છે. ભાજપના અનુસાર 40 હજાર રજીસ્ટ્રેશન પહેલાંથી જ થઇ ગયા છે. બાકી 30 હજાર રજીસ્ટ્રેશન છેલ્લી ઘડીએ થવાની આશા છે.

English summary
Hyderabad is gearing up for Gujarat Chief Minister and BJP poll panel chief Narendra Modi's rally at the historic LB Stadium on Sunday, where he will address thousands of his supporters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X