આજે પંજાબનું બજેટ રજૂ થશે, કેન્સર દર્દીઓના મુદ્દે પણ થશે ચર્ચા

પંજાબમાં 10 માર્ચ એટલે કે શુક્રવારે બજેટ રજૂ કરવામાં આવશે. જેના માટે ભગવંત માન સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ બજેટમાં કયા મુદ્દાઓ સામેલ હશે અહીં જાણો.

bhagwant mann

પંજાબ વિધાનસભાના ચોથા બજેટ સત્રની સદનની કાર્યવાહી ગતરોજ સવારે 10 વાગ્યેથી શરૂ થઇ ચૂકી છે. 10 માર્ચે એટલે કે આજે પંજાબનું બજેટ રજૂ થવા જઇ રહ્યું છે. સદનની કાર્યવાહી દરમિયાન કેન્સરના દર્દીઓના મુદ્દે પણ ચર્ચા થનાર છે.

સદનને સંબોધિત કરતા મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે કહ્યું કે પંજાબ સરકારના જેટલા પણ સરકારી ટ્રાન્સપોર્ટ છે, તેમાં કેન્સરના દર્દીઓની કોઈ ટિકિટ નથી લાગતી. જો કે દર્દી સાથે મુસાફરી કરનાર વ્યક્તિને મફત મુસાફરીનો કોઈ પ્રસ્તાવ નથી. આની સાથે જ તેમણે કહ્યું કે જો કોઈ દર્દી સાથે મહિલાએ જવાનું થાય તો મહિલાની ટિકિટ પહેલેથી જ પંજાબમાં મફત છે. તેમણે કહ્યું કે જો પંજાબ સરકાર આ મુદ્દે વિચાર કરતી હોય તો સરકારના જે કોઈપણ નિર્દેશ આવશે, તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. મંત્રી ભુલ્લરે કહ્યું કે આ મામલો સ્વાસ્થ્ય મંત્રાલય સંબંધિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X