સુરતમાં આગ, આસારામ કોર્ટમાં, આજના ખાસ સમાચાર
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ દ્વારા જયપુરમાં બીજી વનડે પહેલા આકરી પ્રેક્ટિસ કરી હતી. તો બીજી તરફ આસારામ બાપુને ગાંધીનગરમાં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતના સમાચારની વાત કરવામાં આવે તો, સુરતમાં એક સ્લમ વિસ્તારમાં આગ લાગી હતી. તો બાલાસોરમાં ફેલિન તોફાન બાદ અનેક વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

સુરતના સ્લમ વિસ્તારમાં આગ
સુરતના સ્લમ વિસ્તારમાં આગ લાગી હતી. જેની જાણ થયા બાદ ફાયર બ્રિગેડની ટૂકડીઓ ઘટના સ્થળે દોડી હતી.

ભારત-પાકની હોકી ટીમ
જલંધરમાં 30મી સુરજિત હોકી ટૂર્નામેન્ટમાં ભાગ લેવા આવેલા ભારતીય અને પાકિસ્તાની હોકી ખેલાડીઓ.

આસારામ કોર્ટમાં
ગાંધીનગરમાં યૌન શોષણના મામલે આસારામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રેક્ટિસ સેશનમાં વોટ્સન
જયપુરમાં ઇન્ડિયા સામેની બીજી વનડે પહેલા પ્રેક્ટિસ સેશનમાં પહોંચેલો ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોટ્સન.

નિસાન એવાલિયા
મુંબઇમાં નિસાનની નવી કાર એવાલિયા સાથે પોઝ આપી રહેલા નિસાન ઇન્ડિયાના કેનિચિરો યુમોરા.

ઇદની અસર
બાંગ્લાદેશના ઢાકામાં ઇદના તહેવાર નીમિત્તે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે.

ફેલિનની અસરનો એરિયલ વ્યૂ
બાલાસોર ખાતે ફેલિન તોફાનના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા તેનો એરિયલ વ્યૂ.

બે પાકિસ્તાની મિલિટન્ટ
કુપવારા ખાતે ઘુસણખોરી કરી રહેલા બે પાકિસ્તાની મિલટન્ટને દર્શાવી રહેલા આર્મી જવાનો અને પોલીસ કર્મી.

ટ્રેનમાં આગ
આસામના મોરિગાઉ જિલ્લામાં દારામ્તુલ રેલવે સ્ટેશન નજીક દિલ્હી બાઉન્ડ રાજધાની એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી.

પ્રેક્ટિસ સેશન
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે મેચ પહેલા ભારતીય ટીમના યુવા ખેલાડી સુરેશ રૈનાએ જયપુરમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન તનતોડ મહેનત કરી હતી.

11મું ઇન્ડિયા નોલેજ સમિટ 2013
કોમ્યુનિકેશન અને આઇટીના કેન્દ્રિય મંત્રી કપિલ સિબલે 11માં ઇન્ડિયા નોલેજ સમિટ 2013માં સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, સાઇબર એરા સિક્યોરિંગ એ ભવિષ્ય છે.












Click it and Unblock the Notifications
