વાંચો 16 ઓક્ટોબરે કઇ-કઇ બાબતો રહી ખાસ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો જયપુરમાં ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે શ્રેણીની બીજી ઇનિંગ રમાઇ હતી. જેમાં ભારત તરફથી કંગાળ બોલિંગ પ્રદર્શન કરવામાં આવતા ઓસ્ટ્રેલિયાએ ભારત સમક્ષ 360 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. તો બીજી તરફ આસારામ બાપુને અમદાવાદની સોલા હોસ્પિટલે લઇ આવ્યા હતા. ગુજરાતના સમાચારની વાત કરવામાં આવે તો, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાબરમતી રિવર પાર્કને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

ઇદની નમાજ
આગરામાં તાજમહેલ ખાતે બકરી ઇદની નમાજ અદા કરી રહેલા મુસ્લિમો.

જયપુરમાં બીજી વનડે
જયપુર ખાતે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બીજી વનડે રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 360 રનનો લક્ષ્યાંક મુક્યો હતો.

સોહા અલી ખાન દિલ્હીમાં
નવી દિલ્હીમાં એઓસી ઇન્ડિયાના સ્મોલેસ્ટ 3ડી ટેલિવિઝનને લોન્ચ કરવા નવી દિલ્હી આવેલી બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન.

રાહત કાર્ય
ગત રાત્રે દાનપુર ખામક્યા કેપિટલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયા બાદ રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

આસારામ સોલા હોસ્પિટલમાં
અમદાવાદની સોલા હોસ્પિટલ ખાતે આસારામને લઇ જઇ રહેલી ગુજરાત પોલીસ.

ઇઓડબલ્યુમાં હાજરી
મુંબઇમાં મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ(ઇઓડબલ્યુ) સમક્ષ હાજર થયેલા એનએસઇએલના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટરના પત્ની.

પૂરમાં બામ્બુ બોટ
કેન્દ્રાપાડા ખાતે ફેલિન વાવાઝોડાના કારણે આવેલા પૂરમાં ગ્રામજનો બામ્બુ બોટનો ઉપયોગ કરતા હતા.

ભારત મિલાપ
વારાણસીમાં દશેરા નિમિતે ભારત મિલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાબરમતી રિવર પાર્કનું ઉદ્ધાટન
અમદાવાદમાં નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સાબરમતી રિવર પાર્કનું ઉદ્ધાટન કર્યું હતું.

કોલાપુરમાં વિરોધ પ્રદર્શન
કોલાપુરમાં મહારાષ્ટ્રના રાજ્યકક્ષાના ગૃહમંત્રી સાતેજ પાટિલ વિરુદ્ધ એન્ટી ટોલ કમિટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રેલી કાઢવામાં આવી હતી.

ઇદ એ મિલાદ
પશ્ચિમ બંગાળના દિનાજપુર જિલ્લા નજીક ઇન્ડો બાંગ્લા બોર્ડર ચેકપોસ્ટ પાસે બકરી ઇદ નિમિત્તે એક બીજાને શુભેચ્છા પાઠવી રહેલા બીએસફ અને બીજીબીના જવાનો.












Click it and Unblock the Notifications
