વાંચો 18 ઓક્ટોબરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો મોહાલીમાં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા આકરી પ્રેક્ટિસ કરવામાં આવી હતી, તો બીજી તરફ રાંચીમાં મેચની ટીકીટ ખરદીવા માટે પડાપડી થઇ હતી. રાજકીય સમાચારોની વાત કરવામાં આવે તો નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધી હતી. તો અલ્હાબાદમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે સંગમ તટે શરદ પૂર્ણિમાં નિમિત્તે સ્નાન ભક્તો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

ઇમ્પાલમાં બોમ્બ વિસ્ફોટ સ્થળની ચકાસણી

ઇમ્પાલમાં બોમ્બ વિસ્ફોટ સ્થળની ચકાસણી

ઇમ્ફાલમાં જે સ્થળે બોમ્બ વિસ્ફોટ થયો હતો તેની ચકાસણી કરી રહેલા બોમ્પ એક્સપર્ટ.

પુસ્તકનું અનાવરણ

પુસ્તકનું અનાવરણ

નવી દિલ્હીમાં વડાપ્રધાન મનમોહન સિંહે ઇન્ડિયન પેઇન્ટિંગઃ થીમ્સ, હિસ્ટ્રી અને ઇન્ટરપ્રેટેશન્સ નામના પુસ્તકનું અનાવરણ કર્યું હતું.

દિલ્હીમાં ‘આપ’ની પત્રકાર પરિષદ

દિલ્હીમાં ‘આપ’ની પત્રકાર પરિષદ

આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને અન્ય પાર્ટી નેતાઓ દ્વારા નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.

બીએસઇમાં હુંગેરિયન વડાપ્રધાન

બીએસઇમાં હુંગેરિયન વડાપ્રધાન

મુંબઇમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જની મુલાકાત દરમિયાન બીએસઇની ચેરમેન સાથે હુંગેરિયન વડાપ્રધાન વિક્ટોર ઓર્બન.

ગુવાહાટીમાં લક્ષ્મી પૂજા

ગુવાહાટીમાં લક્ષ્મી પૂજા

ગુવાહાટીના બેલ્તોલામાં લક્ષ્મી પૂજામાં ભાગ લઇ રહેલા ભક્તજનો.

સંગમમાં ધાર્મિક સ્નાન

સંગમમાં ધાર્મિક સ્નાન

અલ્હાબાદમાં શરદ પૂર્ણિમાં નિમિત્તે હિન્દુ ભક્તો દ્વારા સંગમ તટમાં ધાર્મિક સ્નાન કરવામાં આવ્યું હતું.

ભાજપી કાર્યકર્તાઓ દ્વારા રેલી

ભાજપી કાર્યકર્તાઓ દ્વારા રેલી

અલ્હાબાદમાં સંકલ્પ દિવસ બેઠકમાં અયોધ્યામાં ભાગ લેવા જતા અટકાવવામાં આવ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી.

વકીલો દ્વારા વિરોધ

વકીલો દ્વારા વિરોધ

મહારાષ્ટ્રના કોલાપુરમાં હાઇકોર્ટ બેંચની માંગ સાથે વકીલો દ્વારા સાંગલી રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવામાં આવી હતી.

ટીકીટ ખરીદવા લાઇન

ટીકીટ ખરીદવા લાઇન

રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચની ટીકીટ ખરીદવા માટે લાઇન લાગી હતી.

ટીમ સરંગ પર્ફોર્મ

ટીમ સરંગ પર્ફોર્મ

શ્રીનગર એરપોર્ટ પર એર શો દરમિયાન ટીમ સરંગ રજૂ કરી રહેલા ભારતીય એરફોર્સના હેલિકોપ્ટર્સ.

સિંગાપોર ટૂરિઝમનું કેમ્પેઇન

સિંગાપોર ટૂરિઝમનું કેમ્પેઇન

મુંબઇમાં સિંગાપોર ટૂરિઝમ બોર્ડના માર્કેટિંગ કેમ્પેઇનમાં હાજર રહેલી બૉલીવુડ અભિનેત્રી મંદિરા બેદી.

મોહાલીમાં પ્રેક્ટિસ સેશન

મોહાલીમાં પ્રેક્ટિસ સેશન

મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા કોચ ફ્લેચર સાથે ચર્ચા કરી રહેલો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન.

મોદીના આગમન પહેલા વિરોધ

મોદીના આગમન પહેલા વિરોધ

ચેન્નાઇમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

ગાંધી વિદ્યાપીઠનો 60મો કોન્વોકેશન

ગાંધી વિદ્યાપીઠનો 60મો કોન્વોકેશન

અમદાવાદ ખાતે ગાંધી વિદ્યાપીઠના 60માં કોન્વોકેશનમાં હાજર રહેલા નારાયણ દેસાઇ સહિતના ગાંધી ફોલોઅર્સ.

માહા બોધી સોસાયટીના જનરલ સેક્રેટરીનો વિરોધ

માહા બોધી સોસાયટીના જનરલ સેક્રેટરીનો વિરોધ

બોધગયામાં બુદ્ધિસ્ટ મોંક્સ દ્વારા મહા બોધી સોસાયટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ડી રાવધ થેરોના વિરોધમાં પ્લાકાર્ડ દર્શાવવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X