વાંચો 2 ડિસેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો શ્રીનગરના બુદગામ જિલ્લામાં ચોડૂરા ખાતે પોલીસ અધિકારીઓ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એસએચઓ શબીર અહેમદ શહીદ થયા હતા, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રવિવારે રાત્રે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા હતા, બૉલીવુડ અભિનેત્રી તબુ અને સોનાલી બેંદ્રે કાળિયાર કેસ સંદર્ભે સોમવારે જોધપુર ખાતે કોર્ટમાં હાજર રહી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

એસએચઓને શ્રદ્ધાંજલિ

એસએચઓને શ્રદ્ધાંજલિ

શ્રીનગરના બુદગામ જિલ્લામાં પોલીસ અધિકારીઓ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એસએચઓ શબીર અહેમદ શહીદ થયા હતા, જેમને શ્રીનગરની પોલીસ લાઇનમાં શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

દિલ્હીમાં ભાજપની પરિષદ

દિલ્હીમાં ભાજપની પરિષદ

નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ, વી કે મલ્હોત્રા, અરૂણ જેટલી, દિલ્હી ભાજપ પ્રમુખ વિજય ગોએલ અને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હર્ષ વર્ધન દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.

ગંગા નદી પાસે સ્નાન

ગંગા નદી પાસે સ્નાન

સોમવતી અમાસ નિમિતે આયોજિત હર કી પૌરી હેઠળ હરીદ્વાર ખાતે ગંગા નદી પાસે સ્નાન કરી રહેલા ભક્તો.

વિદેશી બુદ્ધિષ્ઠ ભક્તો

વિદેશી બુદ્ધિષ્ઠ ભક્તો

બોધગયા ખાતે 9માં આંતરરાષ્ટ્રીય તિપિટિકા ચાન્ટિંગ સેરેમનીમાં હાજરી આપવા આવેલા વિદેશી બુદ્ધિષ્ઠ ભક્તો.

કોલકતામાં રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન

કોલકતામાં રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન

કોલકતા ખાતે રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ડીવાયએફઇના કાર્યકર્તાઓને અટકાવી રહેલી પોલીસ.

દક્ષિણ આફ્રિકા જવા રવાના

દક્ષિણ આફ્રિકા જવા રવાના

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રવિવારે રાત્રે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા હતા.

ભારત બ્રાઇડલ ફેશન વીક

ભારત બ્રાઇડલ ફેશન વીક

મુંબઇમાં ભારત બ્રાઇડલ ફેશન વીક 2013 દરમિયાન રેમ્પ વોક કરી રહેલી બૉલીવુડ અભિનેત્રી અલ્વિન શર્મા.

જોધપુર કોર્ટમાં તબુ અને સોનાલી

જોધપુર કોર્ટમાં તબુ અને સોનાલી

કાળિયાર કેસ સંદર્ભે સોમવારે જોધપુર ખાતે કોર્ટમાં હાજર રહેલી બૉલીવુડ અભિનેત્રી તબુ અને સોનાલી બેંદ્રે.

હૈદરાબાદ હાઉસમાં પીએમ સાથે ચર્ચા

હૈદરાબાદ હાઉસમાં પીએમ સાથે ચર્ચા

નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના શહેનશાહ અકિહિતો અને ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ વચ્ચે બેઠક યોજાઇ હતી.

રાજઘાટ પર જાપાનીઝ શહેનશાહ

રાજઘાટ પર જાપાનીઝ શહેનશાહ

જાપાનના શહેનશાહ અકિહિતો અને શહેઝાદી મિચિકોએ નવી દિલ્હી ખાતે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X