વાંચો 20 ઓક્ટોબરે કઇ-કઇ બાબતો રહી ખાસ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો અમદાવાદમાં સમૂહ લગ્ન દરમિયાન મુસ્લિમ મહિલાઓ દ્વારા મહેંદીની રશ્મ કરવામાં આવી હતી. જ્યારે કોલકતામાં કોંગ્રસ દ્વારા ભાવ વધારનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના જોધપુરમાં ભારત અને રશિયા મિલેટ્રી દ્વારા ટ્રેનિંગ સેશન યોજવામાં આવ્યો હતો. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

ઇન્ડો રશિયા મિલેટ્રી ટ્રેનિંગ
જોધપુરમાં રશિયન મિલેટ્રી સેશન દરમિયા ઇન્દ્રા ઇન્ડો રશિયા મિલ્ટ્રી ટ્રેનિંગ એક્સરસાઇઝ કરવામાં આવી હતી.

સમૂહ લગ્નમાં મહેંદી રશ્મ
અમદાવાદમાં એક સમૂહ લગ્ન દરમિયાન મહેંદીની રશ્મ કરી રહેલી મુસ્લિમ મહિલાઓ.

બાલુરઘાટમાં લક્ષ્મી પૂજા
પશ્ચિમ બંગાળના દિનાજપુર જિલ્લાના બાલુરઘાટમાં નદી કાંઠે લક્ષ્મી પૂજા કરી રહેલા ભક્તો.

રસ્તો પાર કરી રહેલા હંસ
ગુવાહાટીમાં લાંબ રોડને પાસ કરી રહેલા સફેદ હંસ.

પોલીસમેનના પરિવારજનોનું સન્માન
ચેન્નાઇમાં જરા યાદ કરો કુરબાની પ્રોગ્રામ દરમિયાન જે પોલીસ કર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારજનોનું વીર બ્રેવરી ઓવર્ડથી સન્માન કરી રહેલા ઓલ ઇન્ડિયા અન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન એમએસ બિટ્ટા.

કોલકતામાં વિરોધ
કોલકતામાં એસેન્ટિયલ કોમોડિટિઝમાં થયેલા ભાવ વધારાના વિરોધમાં રાજ્ય સરકારનો વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ.

કરવા ચૌથ ફેસ્ટિવલ
જમ્મૂમાં કરવા ચૌથ નીમિતે હાથમાં મહેંદી મુકાવી રહેલી મહિલાઓ.

દિવાળી ફેસ્ટિવલની તૈયારી
મોરાદાબાદમાં દિવાળી ફેસ્ટિવલની તૈયારીના ભાગરૂપે દિવડાંઓને લઇ જઇ રહેલા બાળકો.

જમ્મૂમાં સ્થળાંતર
જમ્મૂમાં પાકિસ્તાન તરફથી નિશાન બનાવવામાં આવી શકવાની શક્યતાઓ વચ્ચે શેલિંગના રહેવાસીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

નોર્થ ઇસ્ટર્ન રિજીયન રિજીયોનલ મીટ
ગુવાહાટીમાં નોર્થ ઇસ્ટર્ન રિજીયન રિજીયોનલ મીટ દરમિયાન ટ્રેડિશનલ પહેરવેશમાં મહિલાઓ.

પૂર્વ મુખ્યમંત્રી સાથે નાગાલેન્ડ સીએમ
ગુવાહાટીમાં એજીપી દ્વારા આયોજિત એક બેઠકમાં આસામના પૂર્વ મુખ્યમંત્રી પ્રફુ્લ્લા કુમાર મહંતા સાથે હસ્ત ધૂનૂન કરી રહેલા નાગાલેન્ડના મુખ્યમંત્રી નેઇફુઇ રિઓ.

નવી દિલ્હીમાં વોક ફોર હેલ્થમાં સાનિય મિર્ઝા
નવી દિલ્હીમાં વોક ફોર હેલ્થમાં ફેલ્ગ દર્શાવી રહેલી ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા.

હેલ્થ ઇવેન્ટમાં સોનમ કપૂર
મુંબઇમાં હેલ્થ ઇવેન્ટ માટે યોજાયેલી વોકને ફ્લેગ દર્શાવી રહેલી બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર.












Click it and Unblock the Notifications
