મોંઘેરી ડુંગળીની ગોદમાં મીઠી નિંદર, આ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો બૉલીવુડ અંગે વાત કરવામાં આવે તો દિગ્ગજ ગાયક મન્ના ડેએ આજે અંતિમ શ્વાસ લીધા હતા, જેને લઇને આખો દેશ ઘેરા શોકમાં ડુબી ગયો હતો. ક્રિકેટની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિતના ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું ભુવનેશ્વરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકારણની વાત કરવામાં આવે તો, રાહુલ ગાંધી દ્વારા મધ્યપ્રદેશમાં રેલી યોજવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

વાર્ષિક વિઠ્ઠલ બ્રિદેવ યાત્રા

વાર્ષિક વિઠ્ઠલ બ્રિદેવ યાત્રા

કોલ્હાપુરના કોડોલી જિલ્લામાં વાર્ષિક વિઠ્ઠલ બ્રિદેવ યાત્રામાં ભાગ લેવા આવેલા ભક્તો.

ઇન્ડિયન ગ્રાન્ડ પ્રીમાં ઝૂઝૂ

ઇન્ડિયન ગ્રાન્ડ પ્રીમાં ઝૂઝૂ

નવી દિલ્હીમાં આગામી ઇન્ડિયન ગ્રાન્ડ પ્રીના એક કાર્યક્રમ દરમિયાન વોડાફોન મેક્લારેન મર્સીડિઝ રેસિંગ કારના સ્ટાર જેન્સન બુટન સાથે વોડાફોન ઝૂઝૂ.

ચીનમાં વડાપ્રધાન

ચીનમાં વડાપ્રધાન

ચીનના બેઇજિંગમાં એક કાર્યક્રમ દમરિયાન હાજર રહેલા ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ, સેન્ટ્રલ પાર્ટી સ્કૂલના વાઇસ પ્રેસિડેન્ટ હે યિતિંગ.

જમ્મૂનું હોલસેલ માર્કેટ

જમ્મૂનું હોલસેલ માર્કેટ

જમ્મૂના હોલસેલ માર્કેટમાં ડુંગળીને એકઠી કરી રહેલી મહિલા.

ડુંગળીના ભાવને કાબુ કરવા બેઠક

ડુંગળીના ભાવને કાબુ કરવા બેઠક

ડુંગળીના વધી રહેલા ભાવને કાબુમાં કરવા માટે એક બેઠક મળી હતી. જેમાં હાજર રહેલા દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિત, કેન્દ્રિય કન્ઝુમર અફેર્સના મંત્રી કેવી થોમસ અને કેન્દ્રિય કૃષિ મંત્રી શરદ પવાર.

દિલ્હી ભાજપમાં વિવાદ સમ્યો

દિલ્હી ભાજપમાં વિવાદ સમ્યો

દિલ્હી ભાજપમાં વિવાદ સમી ગયો હોય તેમ દિલ્હી ભાજપના પ્રમુખ વિજય ગોયેલ, પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હર્ષવર્ધન અને પૂર્વ ભાજપ પ્રમુખ નિતિન ગડકરી એક પત્રકાર પરિષદમાં.

ક્યારેય નહીં ભૂલાય મન્ના ડે

ક્યારેય નહીં ભૂલાય મન્ના ડે

કોલકતાની એક હોટલમાં મન્ના ડેની વિશાળ તસવીરને લઇને દર્શનિય થઇ રહેલા હોટલના વેઇટર્સ.

મમતા બેનરજીએ અર્પી શ્રદ્ધાંજલિ

મમતા બેનરજીએ અર્પી શ્રદ્ધાંજલિ

દાર્જલિંગમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ લેજન્ડરી ગાયક મન્ના ડેને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મન્ના ડેને શ્રદ્ધાંજલિ

મન્ના ડેને શ્રદ્ધાંજલિ

બેંગ્લોરમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગ જગતના દિગ્ગજ ગાયક મન્ના ડેને શ્રદ્ધાંજલિ અર્પી રહેલા તેમના ચાહકો.

ઇલીગલ ટેક્સેશનનો વિરોધ

ઇલીગલ ટેક્સેશનનો વિરોધ

નાગાલેન્ડના દિમાપુરમાં ઇલીગલ ટેક્સેશનના વિરોધમાં શાહી કરી રહેલી બોક્સર એમસી મેરી કોમ.

ડુંગળીના ભાવનો વિરોધ

ડુંગળીના ભાવનો વિરોધ

જમ્મૂમાં શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા ડુંગળીના વધી રહેલા ભાવનો વિરોધ કર્યો હતો.

માછીમારી માટેની તૈયારી

માછીમારી માટેની તૈયારી

ચેન્નાઇમાં માછીમારી કરવા માટેની તૈયારી કરી રહેલા માછીમાર.

મોંઘેરી ડુંગળીની ગોદમાં મીઠી નિંદર

મોંઘેરી ડુંગળીની ગોદમાં મીઠી નિંદર

દેશ ભરમાં ડુંગળીના ભાવે માઝા મુકી છે, ત્યારે મહારાષ્ટ્રના નવી મુંબઇમાં હોલસેલ માર્કેટમાં ડુંગળીઓના ઢેર પર મીઠી નિંદર લઇ રહેલો વિક્રેતા.

મધ્યપ્રદેશના રાહતગઢમાં રાહુલની રેલી

મધ્યપ્રદેશના રાહતગઢમાં રાહુલની રેલી

મધ્યપ્રદેશમં સાગર નજીક રાહતગઢમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રેલી યોજવામાં આવી હતી.

ભુવનેશ્વરમાં ભારતીય ટીમનું સ્વાગત

ભુવનેશ્વરમાં ભારતીય ટીમનું સ્વાગત

ભુવનેશ્વરમાં ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X