• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાંચો 28 ઓક્ટોબરે કઇ-કઇ બાબતો રહી ખાસ

|

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. રાજકરણ અંગે અન્ય વાત કરવામાં આવે તો નવી દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર પર ર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન મેનેજમેન્ટ કોઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ક્રિકેટની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ દ્વારા નાગપુરમાં પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

કોલસા મંત્રીની બેઠક

કોલસા મંત્રીની બેઠક

કોલસા મંત્રી શ્રીજયપ્રકાશ જયસ્વાલે કોલઃ ઇન ધ ડાયનેમિક્સ ઓફ ઇન્ડિયા્સ એનર્જી સેક્ટર પર બેઠક સંબોધી હતી.

સેન્ટ્રલ ઇલેક્શન મેનેજમેન્ટ કોઓર્ડિનેશન

સેન્ટ્રલ ઇલેક્શન મેનેજમેન્ટ કોઓર્ડિનેશન

ભારતના વરિષ્ઠ નેતા વેંકયા નાયડુ અને મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન મેનેજમેન્ટ કોઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન પાર્ટી હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા પ્રેક્ટિસ

ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા પ્રેક્ટિસ

નાગપુરમાં ભારત સામેની વનડે મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા વીસીએ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવામાં આવી હતી.

ગાંધી મેદાનમાં વિસ્ફોટ બાદ ચકાસણી

ગાંધી મેદાનમાં વિસ્ફોટ બાદ ચકાસણી

એનએસજી કમાન્ડો દ્વારા ગાંધી મેદાનમાં મોદીની રેલી પહેલા થયેલા વિસ્ફોટ બાદ ચકાસણી કરવામાં આવી હતી અને સેમ્પલ્સ એકઠા કરવામાં આવ્યા હતા.

મોસ્ટ ડિસ્ટન્સ ગેલેક્સી

મોસ્ટ ડિસ્ટન્સ ગેલેક્સી

અવકાશયાત્રીઓ દ્વારા યુનિવર્સમાંથી મોસ્ટ ડિસ્ટન્સ ગેલેક્સીને શોધવામાં આવ્યા હતા, જેની આ તસવીર છે.

રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ

રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ

નવી દિલ્હીમાં ભાજપને નેતા મુખ્તાર અબ્બાસ નકવી, પ્રકાશ જાવડેકર અને નિર્મલા સિતારામન દ્વારા ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા હતા અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

BTAD સમર્થકો પર લાઠીચાર્જ

BTAD સમર્થકો પર લાઠીચાર્જ

ગુવાહાટીમાં બોડોલેન્ડ ટેરિટોરિયલ એરિયા કાઉન્સિલના કાર્યકર્તાઓ કે જેઓ બોડોલેન્ડ રાજ્ય અલગ કરવાના વિરોધમાં વિરોધ કરી રહ્યાં હતા તેમના પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું.

ઓછા ભાવ વિરુદ્ધ વિરોધ

ઓછા ભાવ વિરુદ્ધ વિરોધ

મથુરામાં ડાંગરના પાકને ટ્રેડર્સ દ્વારા ઓછો ભાવ કહેવામાં આવતા હજારો ખેડૂતો દ્વારા આગરા દિલ્હી રાષ્ટ્રિય હાઇવે 2ને રોકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

કોર્ટમા હાજર થયા અમર સિંહ

કોર્ટમા હાજર થયા અમર સિંહ

નવી દિલ્હીમાં કેશ ફોર વોટ સ્કેમ સાથે જોડાયેલા રાજ્ય સભાના સાંસદ અમર સિંહ અને સુશિલ હિન્દુસ્તાની તિસ હજારી કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા.

લિઝા રેનું રેમ્પ વોક

લિઝા રેનું રેમ્પ વોક

ન્યુયોર્કમાં એક ફેશન શો દરમિયાન સાડી પહેરીને રેમ્પ વોક કરી રહેલી અભિનેત્રી લિઝા રે.

વિદ્યાર્થીઓને લેપટોપ

વિદ્યાર્થીઓને લેપટોપ

અલીગઢમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે વિદ્યાર્થીઓને લેપટોપ આપ્યા હતા.

કોલકતા એરપોર્ટ પર પહોંચ્યા વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી

કોલકતા એરપોર્ટ પર પહોંચ્યા વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી

ભારત સામે પહેલી ટેસ્ટ મેચ રમવા માટે વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમના ખેલાડી માર્લોન સેમ્યુઅલ્સ અને શિવનારાયણ ચંદ્રપોલ કોલકતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

રહેમાન અમદવાદમા

રહેમાન અમદવાદમા

રવિવારે ઓસ્કર વિનર એ આર રહેમાન દ્વારા લાઇવ કોન્સર્ટ કરવામાં આવ્યો હતો, એ સમયે રહેમાન સાથે હાથ મિલાવવા માટે ચાહકોએ પડાપડી કરી હતી.

English summary
here is some top news with photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more