વાંચો 29 ઓક્ટોબરે કઇ-કઇ બાબતો રહી ખાસ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ દ્વારા નાગપુરમાં પ્રેક્ટિસ કરવામાં આવી હતી. રાજકારણ અંગે વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બૉલીવુડ અંગે વાત કરવામાં આવે તો ચિત્રાંગ્દા સિંહે ફેમિના કવરને લોન્ચ કર્યું હતું. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

નવનિયુક્ત મંત્રી
નવનિયુક્ત મંત્રી સાવિત્રી જિંદાલ હરયાણાના ગવર્નર જગન્નાથ પહાડિયા અને મુખ્યમંત્રી ભુપિન્દર સિંહ હૂડાને મળ્યા હતા.

સિંગ સાબ ધ ગ્રેટનું મ્યુઝિક લોન્ચ
મુંબઇમાં સિંગ સાબ ધ ગ્રેટ ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. જે સમયે અભિનેતા સન્ની દેઓલ, અભિનેત્રીઓ અમૃતા રાવ અને ઉર્વશી રાઉતેલા હાજર રહ્યાં હતા.

મોનેટરી પોલીસીની જાહેરાત
મુંબઇમાં આરબીઆઇ ગવર્નર રઘુરામ રંજન દ્વારા મોમેન્ટરી પોલીસીની જાહેરાત કરવામાં આવી હતી.

રેલવે મંત્રીને મેમેન્ટો
બે દિવસની હાઇ સ્પીડ રેલ ટ્રાવેલ લો કોસ્ટ સોલ્યુશનની કોન્ફરન્સ દરમિયાન રેલવે મંત્રી મલ્લિકાર્જુન ખર્ગેને મેમેન્ટો આપવામાં આવ્યા હતા.

કેબ બહારનો નજારો
સચિન તેંડુલકર કારકિર્દીની 199મી ટેસ્ટ કોલકતાના ઇડન ગાર્ડનમાં રમાવાનો છે. ત્યારે કેબની ઓફિસ બહાર સચિનના કટ આઉટ લગાવવામાં આવ્યા હતા.

અ ટેલ ઓફ ટૂ ડ્રોપ્સ
હર્સ વર્ધનના પુસ્તક એ ટેલ ઓફ ટૂ ડ્રોપ્સને રજુ કરી રહેલા ભાજપના નેતા સુષ્મા સ્વરાજ.

ગાંધી મેદાનમાં બોમ્બ નિરોધક ટૂકડી
પટણાના ગાંધી મેદાનમાં જીવતા બોમ્બ મળ્યા બાદ તેને નિષ્ક્રિય કરી રહેલી બોમ્બ નિરોધક ટૂકડી.

સીઆરપીએફ મહિલા જવાનોએ દર્શાવી શક્તિ
કાનપુરમાં પોતાની શક્તિ દર્શાવી રહેલી સીઆરપીએફની મહિલા જવાનો.

ટ્રેડિશનલ ડ્રેસ
સાફરોન ફેસ્ટિવલમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલી પુલવામા જિલ્લાની યુવતીઓ.

બાબુલાલ નાગર સેન્ટ્રલ જેલ
બળાત્કારના કેસના આરોપોનો સામનો કરી રહેલા રાજસ્થાનના પૂર્વ મંત્રી બાબુલાલ નાગરને જયપુરની સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા હતા.

ફેમિના કવરનું લોન્ચિંગ
મુંબઇમાં ફેમિના કવરના લોન્ચિંગ વખતે હાજર રહેલી બૉલીવુડ અભિનેત્રી ચિત્રાંગ્દા સિંહ.

ઓસ્ટ્રેલિયન ટીમની પ્રેક્ટિસ
નાગપુરમાં ભારત સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે આકરી પ્રેક્ટિસ કરી હતી.

સમાજવાદી પાર્ટીની રેલી
આઝમગઢમાં યોજાયેલી સમાજવાદી પાર્ટીની ચૂંટણીમાં રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

સીએમે કર્યું પીએમનું સ્વાગત
અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન મનમોહન સિંહનું સ્વાગત કર્યું હતું.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
