7 ઓક્ટોબરે આ બાબતો રહી ખાસ, આજના ટોપ સમાચાર
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક સમાચારોની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટના ટીમના સફળ સુકાનીઓમાના એક મહેન્દ્ર સિંહ ધોની દ્વારા અશોક લેલેન્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી સ્ટિલેનું લોન્ચિંગ દિલ્હીમાં કરવામાં આવ્યું હતું, તો કોંગ્રેસના ઉપાધ્યક્ષે ઉત્તર પ્રદેશમાં ફૂડ પાર્કના એક સમારોહમાં હાજરી આપી હતી. આવા જ કેટલાક સમાચરો અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

દુર્ગા પૂજા
કોલકતામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન દુર્ગા પૂજા કરી રહેલી મહિલાઓ.

યુનાઇટેડ આંધ્ર દ્વારા પ્રદર્શન
યુનાઇટેડ આંધ્ર દ્વારા આંધ્ર પ્રદેશ રાજ્યનું વિભાજન કરવાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જયપુરમાં પાકિસ્તાની ગાયકે લહેરાવ્યા સૂર
જયપુરમાં જહાન એ ખુશરુ સુફી સંગિત કાર્યક્રમમાં પરફોર્મ કરી રહેલા પાકિસ્તાની સુફી ગાયક અબિદા પરવીન.

ઇન્ડિયન કોમ્યુનિટી રિસેપ્શન
તુર્કીમાં ભારતીય એમ્બેસેડર સુશ્મિતા ગાંગુલી થોમસ દ્વારા આયોજિત ઇન્ડિયન કોમ્યુનિટી રિસેપ્શનમાં હાજર રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી.

કાયદા મંત્રાલય બહાર વિરોધ
નવી દિલ્હીમાં કાયદા મંત્રાલય બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આ લકો એચઆઇવી એઇડ્સ બિલને ટેબલિંગ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યાં હતા.

પ્રેક્ટિસ સેશન
મુંબઇમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ દ્વારા પ્રેક્ટિસ સેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સ્ટિલેના લોન્ચિંગમાં ધોની હાજર
નવી દિલ્હીમાં અશોક લેલેન્ડની સ્ટિલે કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે ટીમ ઇન્ડિયાનો સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને અશોક લેલેન્ડના વાઇસ ચેરમેન વી સુમંત્રન અને નિતિશ શેઠ હાજર રહ્યાં હતા.

ડબલ્યુટીઓના ડિરેક્ટર સાથે બેઠક
નવી દિલ્હીમાં ડબલ્યુટીઓના ડિરેક્ટર જનરલ રોબેર્ટો એઝેવેડો સાથે કેન્દ્રિય મંત્રી અનીલ શર્માએ બેઠક યોજી હતી.

ઓઇલ વહી ગયુ
નવી મુંબઇમાં ઓએનસીજીની પાઇપમાં થયેલા લીકેજ બાદ 5 હજાર લીટર ક્રુડ ઓઇલ પાણીમાં વહી ગયું હતું, જેને નિહાળી રહેલો સીઆઇએસએફનો ગાર્ડ.

મેગા ફૂડ પાર્કમાં રાહુલ ગાંધી
ઉત્તર પ્રદેશના જગ્દિશપુર ખાતે મેગા ફૂડ પાર્કના એક સમારોહ દરમિયાન આદિત્ય બિરલા ગૃપના ચેરમેન કુમાર મંગલમ બિરલા સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી.

પૃથ્વિ-2નું લોન્ચિંગ
ઓરિસ્સામાં ચંદનપુર રેન્જ ખાતેથી પૃથ્વિ-2 મિસાઇલનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું.












Click it and Unblock the Notifications
