અમદાવાદમાં અનોખી રીતે ઉતારાઇ આરતી

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક સમાચારોની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટના ટીમના યુવા ખેલાડી ચેતેશ્વર પૂજારાએ વેસ્ટ ઇન્ડિઝમાં પોતાના પ્રશંસકો સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ અમદાવાદમાં નવરાત્રી નિમિત્તે એક શ્રધ્ધાળુ દ્વારા અનોખી રીતે આરતી ઉતારવામાં આવી હતી. બૉલીવુડના સમાચારની વાત કરવામાં આવે તો હુમા ખુરેશી અને અરબાઝ ખાન પટનામાં હળવી પળોમાં જોવા મળ્યા હતા. જ્યારે ભારતીય એરફોર્સ દ્વારા 81મો એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

 અમદાવાદમાં અનોખી રીતે ઉતારાઇ આરતી

અમદાવાદમાં અનોખી રીતે ઉતારાઇ આરતી

અમદાવાદમાં નવરાત્રી નિમિત્તે 66 વર્ષિય ઉષાબેન દવે દ્વારા 1,261 દિવા સાથે અનોખી રીતે મા શક્તિની આરતી ઉતારવામાં આવી હતી.

સલમાન ખુર્શિદ સાથે શ્રીલંકન રાષ્ટ્રપતિ

સલમાન ખુર્શિદ સાથે શ્રીલંકન રાષ્ટ્રપતિ

કોલંબોમાં ભારતીય વિદેશ મંત્રી સલમાન ખુર્શિદ સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષા.

 અબ્દુલ્લાહ ગુલ સાથે પ્રણવ મુખરજી

અબ્દુલ્લાહ ગુલ સાથે પ્રણવ મુખરજી

અંકારામાં તુર્કીના રાષ્ટ્રપતિ અબ્દુલ્લાહ ગુલ સાથે ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી.

દુર્ગા પૂજામાં 104 વર્ષિય વૃદ્ધા

દુર્ગા પૂજામાં 104 વર્ષિય વૃદ્ધા

કોલકતામાં બેલુર મથમાં દુર્ગા પૂજા દરમિયાન હાજર રહેલા 104 વર્ષિય વૃદ્ધા.

ભારત સામેની રણનીતિ

ભારત સામેની રણનીતિ

મુંબઇ ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડી એરોન ફિંચ અને શેન વોટ્સન કોચ સ્ટીવ રિક્સોન સાથે ભારત વિરુદ્ધની રણનીતિ અંગે તૈયારી કરી રહ્યાં હતા.

 81મો એરફોર્સ દિવસ

81મો એરફોર્સ દિવસ

યુપીમાં હિન્દોન એરફોર્સ સ્ટેશન ખાતે 81માં એરફોર્સ ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પોતાની કરતબો રજુ કરી રહેલા આઇએએફના જવાનો.

ગંભીર ચર્ચા

ગંભીર ચર્ચા

નવી દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં અધિકાર દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિત સાથે ગંભીર ચર્ચા કરી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી.

ભારતીય સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારા

ભારતીય સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારા

હુબલીમાં વેસ્ટ ઇન્ડિઝ એ સામેની ટેસ્ટ મેચ પૂર્વે પોતાના ચાહકોને મળી રહેલો ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી ચેતેશ્વર પૂજારા.

કાર બોમ્બ એટેક

કાર બોમ્બ એટેક

ઇરાકના બગદાદ નજીક ઝફારાનિયાહ ખાતે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પાસેથી પસાર થઇ રહેલી મહિલા.

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

ઇન્ડોનેશિયાના બાલીમાં એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન નેશન્સના નેતાઓની ગાલા ડીનર પાર્ટીમાં યોજવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાન્સ પર્ફોર્મ કરી રહેલા ડાન્સર્સ.

વિદ્યાર્થીઓ સાથે પોઝ

વિદ્યાર્થીઓ સાથે પોઝ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગોરખપુરમાં વિદ્યાર્થીઓને લેપટોપ આપતી વેળા ખેંચાવેલી તસવીર.

હળવી પળોમાં હુમા ખુરેશી

હળવી પળોમાં હુમા ખુરેશી

પટના ખાતે એક ઇવેન્ટમાં બૉલીવુડ અભિનેતા અરબાઝ ખાન સાથે હળવી પળોમાં જણાઇ રહેલી હુમા ખુરેશી

મીડિયા વિરુદ્ધ પ્રદર્શન

મીડિયા વિરુદ્ધ પ્રદર્શન

નવી દિલ્હીમાં શાસ્ત્રી ભવન સામે મીડિયા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા યૌન શોષણ આરોપી કેસમાં સપડાયેલા આસારામના સમર્થકો.

એનસીસી કેડેટને ટ્રોફી

એનસીસી કેડેટને ટ્રોફી

નવી દિલ્હીમાં થલ સૈનિક કેમ્પની ક્લોઝિંગ સેરેમની દરમિયાન એનસીસી કેડેટ્સને ટ્રોફી એનાયત કરી રહેલા લેફ્ટનેન્ટ જનરલ ગ્યાન ભુષણ.

પુત્રી પ્રિયંકા સાથે માતા સોનિયા ગાંધી

પુત્રી પ્રિયંકા સાથે માતા સોનિયા ગાંધી

રાયબરેલીના લાલગંજમાં ફોર્જ્ડ રેઇલ વ્હીલ ફેક્ટરીના શિલાન્યાસ સમારોહમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને તેમના પુત્રી પ્રિયંકા ગાંધી વાઢેરાએ હાજરી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X