છેલ્લી 5 ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન, મળ્યો છે માત્ર એક જ ગોલ્ડ મેડલ

ઓલિમ્પિક્સની શરૂઆત 125 વર્ષ પહેલાં એથેન્સ ખાતેથી વર્ષ 1896માં થઈ હતી. હવે ટોક્યો ઓલિમ્પિક્સ 2020 23 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. હાલ ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે.

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓલિમ્પિક્સની શરૂઆત 125 વર્ષ પહેલાં એથેન્સ ખાતેથી વર્ષ 1896માં થઈ હતી. હવે ટોક્યો ઓલિમ્પિક્સ 2020 23 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. હાલ ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. 206 દેશના 11,000 થી વધુ રમતવીરો 8મી ઓગસ્ટ સુધી જાપાનની રાજધાની ટોક્યોમાં મેડલ જીતવા માટે ભાગ લેશે. આ સાથે જ ભારતીય ખેલાડીઓ પર પણ સૌની રહેશે. દેશને પહેલાં કરતા વધુ મેડલ્સ મળવાની આશા છે. જો છેલ્લા 5 ઓલિમ્પિકમાં ભારતના પ્રદર્શનની વાત કરવામાં આવે તો ભારતને વધુ મેડલ મળ્યા નથી.

Tokyo Olympics 2020

માત્ર એક જ ખેલાડી જીતી શક્યો ગોલ્ડ મેડલ

ભારતના ઘણા ખેલાડીઓેએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાના ધારદાર પ્રદર્શનથી પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે, પરંતુ ઓલિમ્પિકની વાત આવે ત્યારે નિરાશા જ મળે છે. આ વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે, છેલ્લી 5 ઓલિમ્પિકમાં ભારત માત્ર એક જ ગોલ્ડ મેડલ જીતી શક્યું છે.

Tokyo Olympics 2020

વર્ષ 2016ની ઓલિમ્પિક્સમાં માત્ર 2 મેડલ મળ્યા

વર્ષ 2016ની ઓલિમ્પિક રમતો 5 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાઇ હતી. 31મી ઓલિમ્પિઆડમાં 207 દેશોના 11,238 રમતવીરોએ ભાગ લીધો હતો. તેમાં 42 રમતો, 37 વેન્યૂ અને 306થી વધુ ઇવેન્ટ્સ હતી. યુનાઇટેડ સ્ટેટ્સે 46 ગોલ્ડ, 37 સિલ્વર અને 38 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને 121 મેડલ સાથે ટોચ પર રહ્યું હતું. ભારત દ્વારા રિયો ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓની મજબૂત ટીમ મોકલી હતી, જેમાં 63 પુરુષો અને 54 મહિલાઓ હતા, પરંતુ ભારતને માત્ર એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. વુમન શટલર પીવી સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે મહિલા રેસલર સાક્ષી મલિકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Tokyo Olympics 2020

લંડન ઓલિમ્પિક્સ 2012માં ભારતે પોતાનું સૌથી સારુ પ્રદર્શન આપ્યું

વર્ષ 2012ના ઓલિમ્પિક રમતોમાં ભારતે પોતાનું સૌથી સારું પ્રદર્શન આપ્યું હતું. આ ઓલિમ્પિક્સનું લંડનમાં આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 204 દેશોના 10,768 એથ્લેટ્સ (5,992 પુરુષો, 4,776 મહિલા)એ ભાગ લીધો હતો. 30મી ઓલિમ્પિયાડ 27 જુલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન યોજાઇ હતી. ભારતે 13 રમતોમાં ભાગ લેવા માટે 83 એથ્લેટને લંડન મોકલ્યા હતા. કુલ 6 મેડલ (2 સિલ્વર અને 4 બ્રોન્ઝ) જીતીને મેડલની ગણતરીના સંદર્ભમાં ઓલિમ્પિક્સમાં આ ભારતનું સૌથી પ્રભાવશાળી પ્રદર્શન હતું. જેમાં શૂટર વિજય કુમાર અને કુસ્તીબાજ સુશીલ કુમારે સિલ્વર તેમજ શૂટર ગગન નારંગ, કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, મહિલા બોક્સર મેરી કોમ અને વુમન શટલર સાયના નેહવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Tokyo Olympics 2020

બેઇજિંગ ઓલિમ્પિક 2008માં મળ્યો હતો ગોલ્ડ

છેલ્લી 5 ઓલિમ્પિકમાં ભારતને બેઇજિંગ ઓલિમ્પિક 2008માં એકમાત્ર ગોલ્ડ મેડલ મળ્યો હતો. ચીનની રાજધાની બેઇજિંગમાં 8થી 24 ઓગસ્ટ દરમિયાન 2008ના સમર ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 204 દેશોના કુલ 10,942 રમતવીરોએ 28 રમતો અને 302 ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. આ પહેલીવાર હતું, જ્યારે ચીને ઓલિમ્પિકનું આયોજન કર્યું હતું અને કુલ 37 વેન્યુમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે બેઇજિંગ ઓલિમ્પિક 2008ના અશ્વારોહણનું આયોજન હોંગકોંગમાં કરવામાં આવ્યું હતું. ચીન 48 ગોલ્ડ અને કુલ 100 મેડલ્સ સાથે પ્રથમ ક્રમ રહ્યું હતું. આ સાથે જ ભારતે એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતો. અભિનવ બિન્દ્રાએ 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રેસલર સુશીલ કુમાર અને બોક્સર વિજેન્દ્રસિંહે પોતપોતાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

Tokyo Olympics 2020

એથેન્સ ઓલિમ્પિક 2004માં મળ્યો માત્ર એક જ મેડલ

વર્ષ 2004માં યોજાયેલા સમર ઓલિમ્પિક્સમાં ભારતને માત્ર એક જ મેડલ મળ્યો હતો. શૂટિંગમાં રાજ્યવર્ધનસિંહ રાઠોડે સિલ્વર મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક્સ ગ્રીસની રાજધાની એથેન્સમાં 13થી 29 ઓગસ્ટ દરમિયાન યોજાયો હતો. 28મી ઓલિમ્પિયાડમાં 201 દેશોના 106,25 એથ્લેટ (6,296 પુરુષો, 4,329 મહિલા) એ ભાગ લીધો હતો. એથેન્સ ઓલિમ્પિક 2004માં કુલ 28 રમતો શામેલ હતી. ભારતે 14 રમતોમાં 73 એથ્લેટ્સની ટુકડી એથેન્સ મોકલી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ 36 ગોલ્ડ મેડલ (કુલ 101 મેડલ) સાથે મેડલ મેળવવામાં ટોચ પર રહ્યું હતું.

Tokyo Olympics 2020

સિડની ઓલિમ્પિક્સ 2000માં માત્ર એક જ મેડલ મળ્યો

ઓલિમ્પિક્સ 2000માં સિડનીમાં યોજાયો હતો. 27મી ઓલિમ્પિયાડ 15 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે યોજાઇ હતી. મેલબોર્ન 1956 બાદ ઓસ્ટ્રેલિયામાં બીજી વખત સમર ઓલિમ્પિક્સ યોજવામાં આવી હતી. 199 દેશોની ટીમ્સે ભાગ લીધો હતો. જેમાં 10,651 રમતવીરો (6,582 પુરુષો અને 4,069 મહિલાઓ)એ 28 રમતોમાં ભાગ લીધો હતો. મેડલ મેળવવામાં પ્રથમ સ્થાને રહેલા યુનાઇટેડ સ્ટેટ્સે 37 ગોલ્ડ મેડલ જીત્યા હતા. બીજી તરફ ભારતની મહિલા વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી એકમાત્ર મેડલ વિજેતા હતી. તેણે મહિલાઓના 69 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિડની ઓલિમ્પિક્સ 2000માં કુલ 65 ભારતીય રમતવીરોએ ભાગ લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X